બોલિવુડના હીરો પત્ની કરતા હિરોઈન સાથે વધુ સમય વિતાવે છે...
- ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ કહ્યું
ગોવિંદાની પત્ની સુનીતા આહુજા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં તેણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર પત્નીઓના જીવન વિશે ખુલ્લેઆમ વાત કરતાં કહ્યું હતું કે બોલીવુડના હીરો પોતાની પત્ની કરતાં હિરોઈન સાથે વધુ સમય વિતાવે છે અને તેથી તેમની વચ્ચે લાગણીસભર બોન્ડિંગ થવું સ્વાભાવિક છે.આ મામલે વાત કરતાં સુનીતાએ કહ્યું હતું કે 'એક હીરોની પત્ની બનવા માટે દિલને પથ્થર જેવું મજબૂત બનાવવું પડે છે.તમે જુઓ તો હીરો તેની પત્ની કરતાં હિરોઈન સાથે વધુ સમય રહે છે એટલે તેમની વચ્ચે જોડાણ બનવું કુદરતી પાત છે.