Loading Please Wait !!!
ગુજરાતી ફિલ્મ કિંગ ઓફ સાળંગપુરનું ફર્સ્ટ લૂક રિવિલ

ગુજરાતી સિનેમામાં નવતર પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ડી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ભક્તિસભર ગુજરાતી ફિલ્મ 'કિંગ ઓફ સાળંગપુર' લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ દર્શકોને શ્રદ્ધા, ભક્તિ અને દિવ્ય આશીર્વાદની એક અદ્ભુત અને લાગણીસભર સફરે લઈ જશે.મેકર્સ ફિલ્મને ફર્સ્ટ લૂક રિવીલ કર્યો છે, જે 'કિંગ ઓફ સાળંગપુર'ની ભવ્ય દુનિયાની ઝલક કરાવે છે. ફિલ્મ સાળંગપુર હનુમાન દાદાના આધ્યાત્મિક મહાત્મ્યને સુંદર રીતે વણી લેશે.