શુગર ફ્રી ચોકલેટ ખાતા નહીં !
- આ ચોકલેટમાં વજન અને બ્લડ શુગર વધારતા તત્વોની મિલાવટ
- ડાયાબિટીસ દર્દી જ નહીં સામાન્ય લોકોએ પણ શુગર ફ્રી ચોકલેટ ખાવા જોઈએ નહીં
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
ગુજરાત સહિત આખા દેશમાં આજે હેલ્થ કોનિશયસ લોકો, ડાયાબિટીસના દર્દીઓ અને ફિટનેસ પાછળ ઘેલા થયેલા યુવાનો શુગર ફ્રી ચોકલેટ બિન્દાસ્ત ખાઈ રહ્યા છે. કારણ કે લોકોના મનમાં એવી છાપ ઉભી કરી દેવામાં આવી છે કે આ ચોકલેટ ખાશો તો પણ બ્લડ શુગર અને વજનની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ નો એડેડ શુગર કે શુગર ફ્રીના દાવો સાથે વેચાતી બ્રાન્ડેડ ચોકલેટ્સની વાસ્તવિકતા આપણી કલ્પના કરતાં સાવ અલગ જ છે. આવી ચોકલેટ્સ બનાવતી કંપનીઓ ખાંડ સીધી રીતે ભલે ન ઉમેરતી હોય, પણ એનો અર્થ એ બિલકુલ નથી કે તે કેલરી મુક્ત છે કે તેનાથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ નથી વધતું. આ વાતની હકીકત વાંચકો
લેબ ઓફિસરે શુગર ફ્રી ચોકલેટની ડાર્ક ડાઈડ બતાવી
શુગર ફ્રી ચોકલેટના લેબોરેટરી ટેસ્ટિંગના પરિણામો વિશે લેબ ઓફિસર વિમલ શાહે જણાવ્યું, કંપનીઓએ ચોકલેટ શુગર ફ્રી હોવાનો દાવો કર્યો છે એ સાચો છે, પણ તેમાં એડેડ શુગર લગાવુ વધારે યોગ્ય છે. કારણ કે શુગર એકદમ ઓછા પ્રમાણમાં છે. પરંતુ તેમાં માલ્ટિટોલની હાજરી જોવા મળી છે, જેનાથી સાચવવા જેવું છે. આમ, માલ્ટિટોલ જ એ વસ્તુ છે, જેના કારણે શુગર ફ્રી ચોકલેટમાં ડાર્ક નાખ્યા વગર મીઠાશ આવે છે. શુગર ફ્રી ગનાતી મોતાભાગની ચોકલેટ્સમાં તેના કુલ વજનના ૩૫થી ૪૫ ટકા જેટલો મોટો હિસ્સો માત્ર આ માલ્ટિટોલ જ હોય છે. સાદા શબ્દોમાં કહીએ તો તમે ૧૦૦ ગ્રામની એક શુગર ફ્રી ચોકલેટ ખાઓ છો, તો તમે અજાણતા જ તમારા પેટમાં ઉપરથી ૪૫ ગ્રામ જેટલું માલ્ટિટોલ પધરાવી રહ્યા છો. પરંતુ આ માલ્ટિટોલ શરીરમાં ગયા પછી લોહીની શુગર અને કેલરી પર કેવી અસર કરે છે તે વધુ ચિંતાજનક છે.
ખાંડ-માલ્ટિટોલ શરીરમાં ગયા પછી કેવી અસર કરે?
આપણે સામાન્ય રીતે જે સફેદ ખાંડ વાપરીએ છીએ તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ એટલે કે જીઆઈ આધારે કપ જેટલો હોય છે. ગ્લાયકેમિક ઇન્ડેક્સ એવો આંકડો છે જે દર્શાવે છે કે કોઈ ખોરાક શરીરમાં ગયા પછી કેટલી ઝડપથી લોહીમાં ગ્લુકોઝ ઉમેરે છે.હવે ચોંકાવનારી વાત એ છે કે આ માલ્ટિટોલનો જીઆઈ પણ ઉપરની પરવરે વચ્ચે હોય છે. એટલે તે સાદી ખાંડ કરતાં થોડી ધીમી ગતિએ કામ કરે છે, પરંતુ શરીરમાં જઈને લોહીમાં શુગરનું પ્રમાણ તો વધારે જ છે. હવે કેલેરીનું ગણિત પણ સમજી લો. સામાન્ય ખાંડમાં ૧ ગ્રામ દીઠ ૪ કેલરી જ્યારે આ માલ્ટિટોલમાં ૧ ગ્રામ દીઠ લગભગ ૨.૪ કેલરી હોય છે. એટલે કે કેલેરીનું પ્રમાણ શૂન્ય હોતું નથી. જે લોકો વજન ઘટાડવાની આશામાં આ મોંઘી ચોકલેટ આરોગે છે, તેઓ ખરેખર તો અજાણતા જ શરીરમાં કેલેરીવાળી વસ્તુ નાખે છે. પણ વાત માત્ર શુગર કે ડેલરી પૂરતી સીમિત નથી, કંપનીઓ ચોકલેટો સ્વાદ જાળવવા વધુ એક ખતરનાક ઉપાય લઈ આવે છે.
સામે લાવવા માટે દિવ્ય ભાસ્કરે માર્કેટમાં સૌથી વધુ વેચાતી ચાર મોટી અને નામાંકિત બ્રાન્ડ્સની ચોકલેટના સેમ્પલ ભેગા કર્યા. જેને અમદાવાદ મહાનગરપાલિકાની લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલ્યા.ભારતમાં શુગર ફ્રી ચોકલેટનું માર્કેટ ૨૦૨૫માં ૨.૮ બિલિયન ડોલર એટલે કે ૨૩,૫૦૦ કરોડ રૂપિયાનું હતું, જે ૨૦૩૧ સુધીમાં ૪૨ હજાર કરોડ રૂપિયાને આંબી જાય એવી સંભાવના છે. જેને પાછળ બે કારણો છે. ૧- દેશમાં વધતા ડાયાબિટીસના કેસ ૨- લોકોમાં આવી રહેલી જાગૃતિ. ચાર બ્રાન્ડ્સી ચોકલેટ માત્ર નમૂનારૂપ લીધી છે, જેનાથી એ સમજી શકાય કે સામાન્ય રીતે દેશ-દુનિયામાં વેચાતી શુગર ફ્રી ચોકલેટમાં કેવા-કેવા તત્વો હોય છે. આ ચોકલેટના લેબ ટેસ્ટમાં જે પરિણામો આવ્યા તેનો સાર જાણી લો
24 રાજ્યોની વસતી કરતા દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધારે
| વર્ષ | દર્દીઓ |
| 2012 | 6.3 કરોડ |
| 2015 | 6.68 કરોડ |
| 2019 | 7.7 કરોડ |
| 2021 | 7.4 કરોડ |
| 2023 | 10.1 કરોડ |
મોઇશ્ચર, સુગર, ફેટ ફ્રી બેસિસ: 0.02%
ટોટલ ફેટ: 34.72%
પ્રોટીન: 6.07%
કાર્બોહાઇડ્ર્રેડ: 56.08%
કેલરી: 561.08
કિંમત: ₹45