રાજ્યક્ષમની તિરંગા યાત્રાનું મુખ્યમંત્રીના હસ્તે પ્રસ્થાન
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગાંધીનગરમાં જિલ્લા વહીવટીતંત્ર અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે(૧૦ ઓગસ્ટ) રાજ્યક્ષમની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૦ વાગ્યે G-ક સર્કલ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું અને તેઓ પોતે પણ યાત્રામાં જોડાયા હતા.રાજ્યક્ષક્ષની તિરંગા યાત્રાનો રૂટ G-૬ સર્કલથી શરૂ થઈ GH-૬ સર્કલ, CH-૬ સર્કલ થઈ
નમસ્તે સર્કલ સુધીની નિર્ધારિત કરવામાં આવ્યો હતો. યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાગરિકો અને વિવિધ ક્ષેત્રના લોકો તિરંગા સાથે જોડાયા હતા.યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું
હતું. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવગાન કરવા અને આઝાદીના લડૈયાઓના બલિદાનને ચિરંજીવ રાખવા માટે હર ઘર તિરંગા અભિયાનની પ્રેરણા આપી છે. તિરંગા યાત્રા ભારતની એકતા અને અંડંડતાની છાત્રા છે. હાથમાં તિરંગો અને હૃદયમાં ભારતભક્તિ સાથે સૌ આ યાત્રામાં જોડાયા છે.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તિરંગા સાથે દેશાને જે સ્વરાજ્ય મળ્યું તેને સ્વરાજ્યથી ગુડ ગવર્નન્સમાં પલટાવવાનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. અશોક ચક્ર દેશને અવિરત વિકાસની ગતિ માટે પ્રેરણા આપતું રહે છે. વર્ષ ૨૦૪૭માં આઝાદીની શતાબ્દી ઉજવવાની છે અને તે પહેલાંનો સમય દેશ માટે અમૃતકાળ છે.