Loading Please Wait !!!
દિલ્હી ખાતે ગુજરાત કોંગ્રેસ OBC ચેરમેનની રાષ્ટ્રીય ચેરમેન સાથે બેઠક

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ OBC ડિપાર્ટમેન્ટના ચેરમેન ડૉ. મહેશભાઈ રાજપુતે નવી દિલ્હી ખાતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ OBC ડિપાર્ટમેન્ટના રાષ્ટ્રીય ચેરમેન ડૉ. અનિલ જયહિન્દ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. બેઠક દરમિયાન ગુજરાતમાં OBC સમાજના પ્રશ્નો, સંગઠનને પાયાના સ્તરે વધુ મજબૂત બનાવવા તેમજ આગામી કાર્યક્રમો અને રાજકીય વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ડૉ. મહેશભાઈ રાજપુતે ગુજરાતમાં સંગઠનાત્મક માળખું અને કોંગ્રેસની લોકકલ્યાણકારી નીતિઓ જન-જન સુધી

પહોંચાડવા માટે આગામી આયોજનો અંગે રાષ્ટ્રીય ચેરમેનને માહિતી આપી હતી. ડૉ. અનિલ જયહિન્દે ગુજરાત OBC ડિપાર્ટમેન્ટની કામગીરીની પ્રશંસા કરી આગામી રાજકીય પડકારો અને જનઆંદોલનો માટે સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના OBC સંગઠનને નવી ઊર્જા મળશે અને સમાજના હકો તથા જનહિતના મુદ્દાઓને વધુ અસરકારક રીતે ઉઠાવવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાની દિશામાં પણ ચર્ચા થઈ હતી.