Loading Please Wait !!!
સોશિયલ મીડિયામાં કન્ફર્મ કરી લવસ્ટોરી

ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ મોડલ સમરીન કૌરના પ્રેમમાં

સિટી ન્યૂઝ@મુંબઈ

પંજાબના રહેવાસી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પંજાબી મોડલ સમરીન કૌર સાથેના પોતાના સંબંધની પુષ્ટિ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર બે ફોટો શેર કરતા તેઓ કેપ્શનમાં ‘My Person’ લખ્યું. આ એક પોસ્ટ સાથે છેલ્લા ૩ મહિનાથી ચાલી રહેલી ડેટિંગની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. અર્શદીપની પોસ્ટ પર ચાહકોની સાથે-સાથે અનેક જાણીતી હસ્તીઓએ પણ બંનેને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે. સમરીનના સંબંધોની ચર્ચા એપ્રિલ ૨૦૨૬માં સ્નેપચેટ પર શેર કરવામાં આવેલી એક તસવીરથી થઈ હતી. ત્યારબાદ IPL ૨૦૨૬ દરમિયાન સમરીન ઘણી વખત પંજાબ કિંગ્સની મેચોમાં અર્શદીપને ચીયર કરતી જોવા મળી હતી. જૂનમાં બંને એક

ગુરૂદ્વારામાં સાથે માથું ટેકવવા પહોંચ્યા હતા, ત્યારબાદ બ્રેકઅપની અફવાઓ પણ ઉડી હતી, પરંતુ હવે ઇન્સ્ટાગ્રામ પર અર્શદીપની પોસ્ટથી તેમના સંબંધો સાર્વજનિક થઈ ગયા છે. એપ્રિલ ૨૦૨૬ની શરૂઆતમાં અર્શદીપ સિંહે તેના સ્નેપચેટ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો. ફોટામાં તે એક છોકરીનો હાથ પકડેલો જોવા મળ્યો, પરંતુ ચહેરો બતાવ્યો ન હતો. આ પછી ચાહકોએ છોકરીના હાથ પર બનેલા ટેટૂ અને નેલ આર્ટે નોટિસ કર્યું અને તેની સરખામણી પંજાબી મોડલ અને અભિનેત્રી સમરીન કૌરની તસવીરો સાથે કરી. ટેટૂ મેચ થયા પછી બંનેના

સંબંધોની ચર્ચા સોશિયલ મીડિયા અને મિડિયામાં શરૂ થઈ ગઈ. IPL ૨૦૨૬ દરમિયાન સમરીન કૌર ઘણી વખત પંજાબ કિંગ્સની મેચોમાં જોવા મળી હતી.