Loading Please Wait !!!
ભાજપ સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌતનું વિવાદાસ્પદ નિવેદન નવી પેઢીની મહિલાઓ ‘ગટર છાપ’

 

  • કંગનાએ કહ્યું યુવતીઓ નશો, દારૂ અને અસંખ્ય પુરુષો સાથે યૌન સંબંધ બાંધવાને સ્વતંત્રતા કહે છે

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌતે નવી પેઢીની ભારતીય મહિલાઓને ગટર છાપ કહી છે. કંગનાનું કહેવું છે કે આ મહિલાઓ સ્વતંત્ર મહિલાઓનો વાદ કરી નશો કરવો, દારૂ પીવો અને અસંખ્ય પુરુષો સાથે યૌન સંબંધ બાંધવાને સ્વતંત્રતા કહે છે.

કંગનાએ સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાંથી લખ્યું છે, ‘સૌથી શરમજનક વાત એ યુવા હિંદુ મહિલાઓનું વર્તન છે, જે સ્વતંત્ર અને કારકિર્દી બનાવતી મહિલાઓના જીવનની નકલ કરવા માંગે છે, પરંતુ તે આઝાદી સાથે આવતી જવાબદારીઓને નિભાવવા માંગતી નથી. સ્વતંત્ર મહિલાઓ વિરોધી નિર્ણય લે છે, સ્પષ્ટ અભિપ્રાય રાખે છે, પરંપરાઓથી હટીને કારકિર્દી પસંદ કરે છે અને પોતાના દરેક નિર્ણયની સંપૂર્ણ જવાબદારી પણ

ઉઠાવે છે. તેમને પોતાના કર્મોની કિંમત પોતે જ ચૂકવી પડે છે. તે પોતાના માતા-પિતા કે પરિવારના ભોગે આવું કરતી નથી. આગળ કંગનાએ લખ્યું, ‘આજે કહેવાતી પશ્ચિમી વિચારસરણીથી પ્રભાવિત ભારતીય મહિલાઓની એક નવી પેઢી સામે આવી છે. હું તેમને ‘ગટર

  • યુવા પેઢી ભણાવવામાં સારી નથી, ખરાબ વિચારસરણી અને ભ્રષ્ટ માનસિકતા ધરાવે છે કે સારી ગૃહિણી પણ બની શક્તિ નથી

છાપ જનરેશન’ કહું છું. આમાંથી કેટલીક પાસે સમાજને આપવા માટે કંઈ નથી. તે ભાષણમાં સારી નથી, ઉપરાંત એટલી ખરાબ વિચારસરણી અને ભ્રષ્ટ માનસિકતા ધરાવે છે કે સારી ગૃહિણી પણ બની શક્તિ નથી.

તેમ છતાં તેઓ પોતાની કહેવાતી આઝાદીની દેખાડી કરે છે, નશો, દારૂ અને અસંખ્ય જાતીય સંબંધોને પોતાની

આઝાદી ગણાવે છે, શરમ વિના પોતાના માતા-પિતાની કમાણી પર જીવે છે અને સતત સ્વતંત્ર જીવન જીવવાની વાતો કરે છે, જ્યારે વાસ્તવતમાં તેઓ આત્મનિર્ભર હોતી જ નથી. એક નાની યાદ અપાવી દઉં, આઝાદ જીવન કમાવવું પડે છે. જો જવાબદારી ઉઠાવ્યા વિના સ્વતંત્ર બનાવવાનો પ્રયાસ કરશો, તો તમે ફક્ત એક વિકૃત માનસિકતાવાળા માણસ છો, ‘ગટર છાપ’.

ભાજપના સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌતે સોમવારે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર પણ వివాદાસ્પદ અભિપ્રાય આપ્યો અને નવી પેઢીના પાલનપોષણ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, મારી આખી જીંદગીમાં મેં ક્યારેય આટલી બધી કદરૂપતા એકસાથે જોઈ નથી. Gen Z ના વિરોધ પ્રદર્શનો આ રીલ્સ જોઈને ધૂણા આવે છે.