કાફેની બહારનો વાયરલ થયો વીડિયો
- ક્રિકેટરોના પ્રેમમાં ‘કિલન બોલ્ડ’
- બેટ્સમેન યશસ્વી જયસ્વાલ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરને ડેટ કરી રહ્યો છે
સિટી ન્યૂઝ@મુંબઈ
બોલિવુડ અને ક્રિકેટના સુંદર કોરિડોરમાં એક નવી લવસ્ટોરી બની રહી છે? ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલ હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે સ્ટાર ક્રિકેટર પોપ્યુલર બોલીવુડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરને ડેટ કરી રહ્યો છે. એક જ કાફેમાં જોવા મળતો આ બન્નેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેનાથી ફેન્સના મનમાં સવાલો ઉભા થઈ રહ્યા છે: શું ક્રિકેટર અને એક્ટ્રેસ વચ્ચે મિત્રતા કરતાં વધુ કઈંછે?
સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક્ટ્રેસ મૃણાલ ઠાકુર મુંબઈના બાંદ્રા વેસ્ટમાં “બુજી કાફે” ની અંદર જોવા મળી રહી છે. થોડીવાર પછી જ્યારે યશસ્વી જયસ્વાલ અને મૃણાલ ઠાકુર ઇતનાસ્થળ છોડીને જતા જોવા મળ્યા, ત્યારે બધું બરાબર લાગતું હતું, તેમના ડેટીંગની ચર્ચાઓ શરૂ થઈ ગઈ.