Loading Please Wait !!!
ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના મહિલા પ્રદેશ પ્રમુખ બનતા કાશ્મીરાબેન નથવાણી

  • સેવા, સંસ્કાર અને સમર્પણની ઓળખ એટલે કાશ્મીરાબેન
  • સમાજના વિકાસ-મહિલાઓના સશક્તિકરણ માટે નવી દિશા આપવામાં આવશેઃ નથવાણી

સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ મહિલા સમિતિના પ્રદેશ પ્રમુખ તરીકે રાજકોટના જાણીતા સામાજિક ચહેરા કાશ્મીરાબેન નથવાણીના નામની જાહેરાત થતાં સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ છે. કાશ્મીરાબેન નથવાણી લાંબા સમયથી સામાજિક સેવા અને મહિલાઓના સશક્તિકરણ માટે સક્રિય રીતે કાર્યરત છે. તેઓએ વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અગત્યની ભૂમિકા ભજવી છે. તેમની કાર્યનિષ્ઠા, મજબૂત નેતૃત્વ ક્ષમતા અને સમાજ પ્રત્યેની

લાગણીને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ જવાબદારી તેમને સોંપવામાં આવી છે. કાશ્મીરાબેન નથવાણી સ્વર્ગસ્થ ચીમનભાઈ શુક્લના પુત્રી અને સ્વતંત્ર સેનાની સ્વર્ગસ્થ વાલજીભાઈ નથવાણીનાં પુત્રવધુ છે અને નાનપણથી જ સેવાભાવી સ્વભાવ ધરાવે છે. જાણીતા ઉદ્યોગપતિ અને VNS ના માલિક બુલુભાઈ નથવાણીના ધર્મપત્ની છે. તેમના પરિવારનું સામાજિક અને જાહેર જીવનમાં વિશેષ સ્થાન રહ્યું છે. તેમના દિયર નીતિનભાઈ નથવાણી સિટી ન્યૂઝના માલિક તરીકે મીડિયા ક્ષેત્રે સક્રિય છે, જ્યારે તેમના ભાઈ નેહલ શુક્લ હાલ રાજકોટના મેયર તરીકે સેવા આપી રહ્યા છે. ઉપરાંત કશ્યપભાઈ શુક્લ અને કૌશિકભાઈ શુક્લ પણ સૌરાષ્ટ્રમાં ભાજપના પાયાના પથ્થર સમાન માનવામાં આવે છે.આ પરિવાર માટે સમાજસેવા માત્ર એક કાર્ય નથી પરંતુ પેઢીઓથી ચાલતી પરંપરા છે. એ પરંપરાને આગળ વધારતા કાશ્મીરાબેન નથવાણી સમાજના વિકાસ અને મહિલાઓના સશક્તિકરણ માટે નવી દિશા આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ નિમણૂંક માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ માટે ગૌરવની ક્ષણ છે. કાશ્મીરાબેન નથવાણી પોતાના દ્રઢ સંકલ્પ અને સેવાભાવે સમાજને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે તેવી સર્વેને અપેક્ષા છે.

  • પરિવાર માટે સમાજ સેવા માત્ર એક કાર્ય નથી પરંતુ પેઢીઓથી ચાલતી પરંપરા છે
  • આ નિમણૂંક માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર 15 લાખની વસ્તી ધરાવતા લોહાણા સમાજ માટે ગૌરવની ક્ષણ છે