Loading Please Wait !!!
વિક્રમ સંવત 2083ના પ્રારંભે સિંહસ્થ ગુરુ માંગલિક કાર્યોમાં બાધારૂપ બનશે : શાસ્ત્રી ભાવેશભાઈ રાવલ

ધન નાર્ક - મિનાર્ક અને ગુરુ સિંહસ્થ વર્ષ હોય ત્યારે લગ્ન કે શુભ કાર્યો વર્જ્ય હોય છે તે સમયે શુભ કાર્યો થતા નથી ? તે શું કામ થતાં નથી ? તેના વિશે નીચે મુજબ છે.

સૂર્ય ગુરુની રાશી ધનમાં પ્રવેશે છે. ત્યારે ધનાર્ક કહેવાય છે અને મીન રાશીમાં પ્રવેશે ત્યારે તેને મિનાર્ક કહેવાય છે. સૂર્ય એક રાશીમાં એક મહિનો રહે છે. એટલે કે બાર રાશીમાં દર વર્ષે ૧૨ વખત સૂર્યનું ભ્રમણ થાય છે અને દર વર્ષે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં ધન રાશીમાં રહે છે તથા માર્ચ એપ્રિલમાં મીન રાશીમાં રહે છે તે દરમિયાન લગ્ન કે શુભ કાર્યો દર વર્ષે થઈ શકતા નથી.

એવી જ રીતે ગુરુ જ્યારે સૂર્યની રાશિ માં પ્રવેશ કરે ત્યારે ગુરુ સિંહસ્થ વર્ષ કહેવાય ત્યારે શુભ કાર્યો જેવા કે લગ્ન, કાનવીંધવા, ચોલકર્મ જનોઇ દેવયાત્રા, ઘર બાંધવું, વ્રત, વાસ્તુ, દેવ પ્રતિષ્ઠા, જેવા કાર્યો થઈ શકતા નથી.

ગુરુ એક રાશિમાં ૧૩ મહિના રહે છે તે બારે રાશિમાં ફરતા ફરતા જ્યારે સિંહ રાશિમાં આવે ત્યારે ૧૩ મહિનાના સિંહ રાશિમાં રહેતા શુભ કાર્યો વર્જ્ય માનવા પરંતુ ધાર્મિક કાર્યો થઈ શકે છે એટલે સિંહસ્થ વર્ષ દરમિયાન લગ્ન વગેરે થઈ શકતા નથી અને સિંહસ્થ વર્ષ દરમિયાન નાસિકમાં કુંભ મેળો થાય છે અને ત્યારે સિંહસ્થ ગુરુ કુંભમેળાના સ્નાન નું મહત્વ હોય છે.

એટલે કે સૂર્ય ગુરુ ની રાશિ ધન કે મીનમાં અને ગુરુ સૂર્યની રાશિ સિંહમાં હોય ત્યારે લગ્ન કે શુભ કાર્ય થતા નથી.

આ વર્ષે વિક્રમ સવંત ૨૦૮૩ અને ૨૦૮૪ માં ગુરુ વક્રી માર્ગી ત્રણ વખત થાય છે એટલે ત્રણ વખત સિંહ રાશિમાં પ્રવેશ કરે છે અને વક્રી થઈ ત્રણ વખત કર્ક રાશિમાં પ્રવેશ કરે છે માટે કર્ક રાશિમાં વક્રી થઈને આવે ત્યારે શુભ કાર્યો થઈ શકે છે તેથી સિંહ રાશિમાં ગુરુ રહેતો નથી વક્રી માર્ગી થતો રહે છે માટે કર્ક રાશિમાં આવે ત્યારે શુભ કાર્યો થાય છે.

મઘા નક્ષત્ર ના ચાર ચરણ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું પહેલું ચરણ આમ પાંચ ચરણ આમ સિંહ રાશી ના પાંચ ચરણ શુભ કાર્યોમાં વર્જ્ય છે માટે થઈ શકે નહિ.

આ વર્ષે તારીખ ૩૧/૧૦/૨૦૨૬ ના રાત્રે ૧૨-૨૩ મિનિટ થી તારીખ ૨૫/૦૧/૨૦૨૭ ને રાત્રે ૧-૩૩ મીનીટ સુધી ગુરુ સિંહ રાશિમાં છે ત્યારબાદ વક્રી થઈને કર્ક રાશિમાં આવે છે.

ત્યારબાદ તારીખ ૨૬/૦૬/૨૦૨૭ ના રોજ સવારે ૫-૧૮ કલાક મિનિટ થી તારીખ ૨૭/૧૧/૨૦૨૭ ૬-૪૬ કલાક મિનિટ સુધી ગુરુ સિંહ રાશિમાં રહે છે પછી ગુરુ કન્યા રાશિમાં પ્રવેશ કરીને વક્રી થઈને પાછો સિંહ રાશિમાં તારીખ ૨૮/૦૨/૨૦૨૮ સાંજે ૭-૧૮ કલાક મિનિટ થી તારીખ ૨૪/૦૭/૨૦૨૮ બપોરે ૩-૧૮ કલાક મિનિટ સુધી સિંહ રાશિમાં રહે છે.

આમ તારીખ ૩૧/૧૦/૨૦૨૬ થી તારીખ ૨૪/૦૭/૨૦૨૮ સુધી ત્રણ વખત વક્રી માર્ગી થવાથી તે દરમિયાન ગુરુ સિંહસ્થ વર્ષ દરમિયાન શુભ કાર્યમાં વર્જિત હોવાથી શાસ્ત્રના નિયમ મુજબ શુભ કાર્યના મુહૂર્તો આવતા નથી કે થઈ શકતા નથી.

અને ખાસ કરીને વિશેષમાં તારીખ ૩૧/૧૦/૨૦૨૬ થી તારીખ ૨૫/૦૧/૨૦૨૭ સુધી ગુરુ મઘા નક્ષત્રના પ્રથમ ચરણમાં રહે છે માટે કારતક માર્ગશીષ અને પોષ વદ બીજ સુધી આખા ભારતમાં લગ્ન મુહૂર્ત કે અન્ય શુભ કાર્યો વર્જ્ય છે માટે શુભ કાર્યો થઈ શકે નહિ અને પહેલા કહ્યું તે મુજબ મઘા નક્ષત્રના ચાર ચરણ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર નું એક ચરણ ગયા પછી સિંહસ્થ ગુરુમાં શુભ કાર્યો ગંગાજીની ઉત્તરે અને ગોદાવરીની દક્ષિણે થઈ શકે છે એટલે ગંગા અને ગોદાવરી ની વચ્ચે થઈ શકતા નથી ગંગા ઉત્તરાંચલ થી નીકળી બાંગ્લાદેશમાં બંગાળની ખાડીમાં મળે છે ગોદાવરી નદી નાસિકથી નીકળી આંધ્રપ્રદેશ થી બંગાળની ખાડીમાં મળે છે આમ ગંગા ગોદાવરી નો મધ્ય ભાગ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગા ના દક્ષિણ તરફનો ભાગ મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં ગોદાવરીની ઉત્તર તરફનો ભાગ આટલા પ્રદેશમાં સિંહસ્થ ગુરુ દરમ્યાન શુભ કાર્યો થઈ શકતા નથી છતાં સિંહસ્થ ગુરુ દરમ્યાન પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશનો દક્ષિણ ભાગ મુંબઈ પૂના કોલ્હાપુર હૈદરાબાદ કર્ણાટક તમિલનાડુ કેરળ માં સિંહસ્થ ગુરુમાં શુભ કાર્યો થઈ શકે છે પરંતુ આ નક્ષત્ર ના પાંચ ચરણ બાદ થઈ શકે છે.

અને સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચ સ્થાનનો હોય છે ત્યારે સિંહસ્થ વર્ષ દરમ્યાન ગુરુ સિંહ રાશિમાં હોય છે ત્યારે મેષના સમસ્ત ભારતમાં માંગલિક કાર્યો થઈ શકે છે અને તેમાં સિંહ રાશીના પહેલા પાંચ ચરણ વખતે પણ જો સૂર્ય મેષ રાશિમાં હોય તો આખો મહિનો શુભ તથા માંગલિક કાર્ય થઈ શકે છે.