Loading Please Wait !!!
સિયાનું લાઈ-ડિટેક્ટર ટેસ્ટ બાદ કેતનની હત્યાનું રહસ્ય ખુલશે

કેતન હત્યાકાંડ: ક્રાઈમ પેટ્રોલ જોઈ ચેતન એજન્સીને ચકમો આપવાનું શીખ્યો હતો

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

પુણેના બિઝનેસમેન કેતન અગ્રવાલની પુણે નજીકના લોહગઢ કિલ્લા પરથી ખીણમાં ફગાવીને કરાયેલી હત્યાના કેસની તપાસ અંતર્ગત પુણે ગ્રામીણ પોલીસે ગઇ કાલે કોર્ટમાં અરજી કરીને કેતન અગ્રવાલના હત્યાકેસની મુખ્ય આરોપી સિયા ગોયલ પર પોલિગ્રાફ ટેસ્ટ એટલે કે લાઈ-ડિટેક્ટર ટેસ્ટ કરાવવાની પરવાનગી માંગી હતી. પોલીસે જણાવ્યું હતું કે કેતનને ખીણમાં કોણે ધકેલી દીધો હતો એ પ્રસ્થાપિત કરવા માટે હજી સુધી કોઈ આઇ-વિટનેસ કે ચોક્કસ પુરાવા મળ્યા નથી.પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીનાં સ્ટેટમેન્ટ્સ પહેલાં જ નોંધવામાં આવ્યાં છે, પરંતુ તપાસને આગળ વધારવા માટે લાઈ-ડિટેક્ટર ટેસ્ટની જરૂર છે. પોલીસે કહ્યું કે આ ટેસ્ટ તેમને કેસમાં નવી કડીઓ શોધવામાં મદદ કરી શકે છે.

આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં સિયા ગોયલના વકીલે જણાવ્યું હતું કે તપાસ-એજન્સીએ પરવાનગી માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ ઉમેર્યું હતું કે આવી ટેસ્ટ કરતાં પહેલાં ઘણી કાનૂની અને ટેક્નિકલ પ્રોસેસ પૂરી કરવી જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પોલિગ્રાફ ટેસ્ટ માટે આરોપીની સંમતિ ફરજિયાત છે. પ્રાથમિક અથવા સાંયોગિક પુરાવા મર્યાદિત હોય એવા કિસ્સાઓમાં પોલિગ્રાફ ટેસ્ટની વિનંતી ઘણી વાર કરવામાં આવે છે. જોકે એનાં તારણોને કોર્ટમાં મુખ્ય પુરાવા તરીકે ગણવામાં આવતાં નથી અને સામાન્ય રીતે એનો ઉપયોગ ફક્ત તપાસ દરમ્યાન તપાસકર્તાઓને લીડ્સ વિકસાવવામાં મદદ કરવા માટે થાય છે. આ કેસ સાંયોગિક અને ટેક્નિકલ પુરાવા પર ટકેલો છે. જોકે એમાં આવેલી મુશ્કેલીઓને લીધે જ પોલીસે હવે સિયાની પોલિગ્રાફ ટેસ્ટ કરાવવાની માગણી કરી છે.

ત્રીજી વ્યક્તિને કેતનના મર્ડરના પ્લાનિંગની જાણકારી હતી

પુણેના કેતન અગ્રવાલ હત્યાકાંડમાં નવો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે બીડમાંથી એક યુવકને કસ્ટડીમાં લીધો છે. આ યુવક બાલેવાડીની એક કંપનીમાં કામ કરે છે. દાવો છે કે આ ત્રીજી વ્યક્તિ સિયા અથવા કેતનમાંથી કોઈ એકનો મિત્ર છે. બંનેએ તેની સાથે કેતનની હત્યાનું આયોજન શેર કર્યું હતું. જોકે, યુવકનું નામ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ યુવકને સાક્ષી પણ બનાવી શકે છે. બીજી તરફ, પોલીસ સૂત્રોના હવાલાથી તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી ચેતન ચૌધરી અને સિયાએ ઘટના પહેલા ટીવી સીરિયલ ક્રાઇમ પેટ્રોલના ઘણા એપિસોડ જોઈને સમજવાનો પ્રયાસ કર્યો હતો કે હત્યા પછી તપાસ એજન્સીઓને કેવી રીતે ચકમો આપી શકાય. ૧૮ જૂને લોહગઢ કિલ્લા પરથી પડી જવાથી ૨૫ વર્ષીય કેતન અગ્રવાલનું મૃત્યુ થયું હતું.

સિયા બિયર પી ફોનમાં કોને ગાળો આપો રહી છે..

સોશિયલ મીડિયા પર તેનો એક જૂનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક પબમાં દારૂ પીતી અને ફોન પર ઉગ્ર ભાષામાં ગાળો બોલતી જોવા મળે છે. ડિસેમ્બર ૨૦૨૫ નો હોવાનું મનાતા આ વીડિયોમાં સિયા હાથમાં બિયરની બોટલ પકડીને ફોન પર કહી રહી છે કે, 'પહેલા એણે મને દગો આપ્યો (ચીટિંગ કર્યું), અને હવે મને ફોન કરે છે.'

પોલીસે તપાસ શરૂ કરી

સિયાનો ભાઈ કેતનની બહેન સાથે લગ્ન કરવાનો હતો !

પુણેમાં ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની કથિત હત્યાની તપાસમાં એક નવી વાત જાણવા મળી છે. પુણે ગ્રામીણ પોલીસ હવે અગ્રવાલ અને ગોયલ પરિવારો વચ્ચેના ગાઢ સંબંધો તેમજ બન્ને પરિવારો સાથે સંકળાયેલા બે આગામી લગ્નોની તૈયારીઓની તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેતન અગ્રવાલની સગાઈ સિયા ગોયલ સાથે થઈ હતી. વધુમાં, કેતનની બહેનના લગ્ન સિયાના ભાઈ સાહિલ ગોયલ સાથે કરાવવા અંગે પણ બન્ને પરિવારો વચ્ચે સર્વસંમતિ થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે કેતન અને સિયા પહેલા લગ્ન કરવાના હતા, ત્યારબાદ કેતનની બહેન અને સાહિલ ગોયલના લગ્ન થવાના હતા. બન્ને લગ્ન આ વર્ષે થવાના હતા.