સાંસદના ઘરે રેડમાં મળ્યા સોનાના અન્ડરગારમેન્ટ્સ !
ઈરાકમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી
સાંસદ આલિયા નાસિફના ઘરે દરોડામાં 1.55 કરોડ ડોલરની રોકડ સહિત કુલ 8.5 કરોડ ડોલરનો કિંમતી સામાન મળ્યો
સિટી ન્યૂઝ@બગદાદ
ઈરાકમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી દરમિયાન કરોડો રૂપિયાની રોકડ, સોનું અને લક્ઝરી સામાન જપ્ત કરવામાં આવ્યો. ઈરાકી સાંસદ આલિયા નાસિફના ઘરે પડેલા દરોડામાં આશરે ૧.૫૫ કરોડ ડોલરની રોકડ, સોનાના દાગીના અને અન્ય કિંમતી સામાન મળ્યો. આમાં સોનાના રંગનો એક લોન્જરી સેટ પણ હતો, જેની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.
આ દરોડા ભ્રષ્ટાચારના કેસોની તપાસ હેઠળ કોર્ટના વોરંટ પર કરવામાં આવ્યા હતા. ઈરાકની કાઉન્ટર ટેરરિઝમ સર્વિસે બગદાદના ગ્રીન ઝોન સહિત અનેક સ્થળોએ એકસાથે કાર્યવાહી કરી. સાંસદ આલિયા નાસિફ અને તેમના પુત્રની અટકાયત કરવામાં આવી. આ ઉપરાંત ઘણા સાંસદો અને સરકારી અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓએ વિદેશી ચલણ, સોનું અને છુપાવવામાં આવેલી અન્ય કિંમતી સંપત્તિઓ પણ જપ્ત કરી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં જપ્ત કરાયેલી કુલ સંપત્તિની કિંમત ૮.૫ કરોડ ડોલરથી વધુ હોવાનું કહેવાય છે.