Loading Please Wait !!!
B.Com સેમ-૨ના પરિણામમાં 50% વિદ્યાર્થીઓ નાપાસ થતાં ઉહાપોહ

  • આપેલ તસવીરમાંથી સમાચારનો ટેક્સ કોઈ પણ ફેરફાર વગર નીચે મુજબ છે:
  • પરિણામમાં ગેરરીતિનો આક્ષેપ, વિદ્યાર્થીઓ સાથે કોંગ્રેસની કુલપતિ સમક્ષ રજૂઆત

સિટી ન્યૂઝ@રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Com સેમેસ્ટર-૨ના જાહેર થયેલા પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ૨૧થી ૩૦ એપ્રિલ દરમિયાન યોજાયેલી પરીક્ષામાં આશરે ૧૭,૦૦૦ વિદ્યાર્થીઓ બેઠા હતા, તેનું પરિણામ ૧૮ ઓગસ્ટે જાહેર કરાયું હતું, કોંગ્રેસે આ પરિણામમાં પેપર ચેકિંગમાં બેદરકારી હોવાનો આક્ષેપ કરી પરિણામ પરત ખેંચી નવેસરથી મૂલ્યાંકન કરવાની માંગ કરી છે.

વિદ્યાર્થી નેતા તથા ગુજરાત કોંગ્રેસના જોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપુતે B.Com ના વિદ્યાર્થીઓ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કુલપતિ ડૉ. ઉત્પલ જોશીને રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે B.Com સેમ-૨ના બિઝનેસ એકાઉન્ટિંગ અને ફાઈનાન્સિયલ એકાઉન્ટિંગ વિષયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. કેટલાક વિદ્યાર્થીઓના અન્ય વિષયોમાં ૭૦થી વધુ માર્ક્સ હોવા છતાં આ બંને વિષયમાં નાપાસ થવાથી પેપર ચેકિંગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.કોંગ્રેસે માંગ કરી છે કે હાલનું પરિણામ પરત જેંચી ઉત્તરવહીઓનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે અને બેદરકારી દાખવનાર અધ્યાપકો સામે કાર્યવાહી કરવામાં આવે. રોહિતસિંહ રાજપુતે આક્ષેપ કર્યો હતો કે પરીક્ષા વિભાગની કામગીરીમાં હજુ જરૂરી સુધારો થયો નથી અને ઉત્તરવહી મૂલ્યાંકન કરતા અધ્યાપકોના ભથ્થાં પણ લાંબા સમયથી બાકી હોવાની માહિતી મળી છે.

તેમણે યુનિવર્સિટીમાં પરીક્ષા પેપર મૂલ્યાંકન માટે નિસુક કો-ઓર્ડિનેટરની પસંદગી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. કુલપતિએ જ્ઞાતિવાદ અને પક્ષપાતી ઉપર આવી વિદ્યાર્થીલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.

આ ઉપરાંત પરીક્ષામાં હાજર હોવા છતાં વિદ્યાર્થીઓને પરિણામમાં ગેરહાજર દર્શાવવાની સમસ્યાનો પણ કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી, વિદ્યાર્થીઓની આવી ભૂલ સુધારવા માટે વારંવાર યુનિવર્સિટીના ધક્કા ખાવા પડતો હોવાનો રોહિતસિંહ રાજપુતે આક્ષેપ કર્યો હતો.

વિદ્યાર્થીઓની રજૂઆત બાદ કોંગ્રેસે ચેતવણી આપી છે કે પરિણામ પરત ખેંચી નવેસરથી યોગ્ય પરિણામ જાહેર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અચોક્કસ મુદતની ભૂખ હડતાલ કરવામાં આવશે.