લક્જરી બસના ઓટોમેટિક દરવાજામાં 7 વર્ષના બાળકનું ગળું ફસાઈ જતા મોત
- વડોદરામાં રિપેરિંગના કારખાનામાં ઉભેલી
- ઘરેથી પ્રસાધ લેવા જવાનું કહીને નીકળેલ બાળક રહસ્યમય સંજોગોમાં દુર્ઘટનાનો ભોગ બનતા પરિવાર ભાંગી પડ્યો
સિટી ન્યૂઝ@વડોદરા
વડોદરા શહેરના સૂર્યનગર-તરસાલી બાયપાસથી ધાણવાલી તરફ જવાના રસ્તા પર આવેલા એક રિપેરિંગ કારખાનામાં ઉભેલી લક્જરી બસના ઓટોમેટિક દરવાજામાં ૭ વર્ષીય બાળકનું ગળું ફસાઈ જતાં મોત નીપજ્યું છે. ઘરેથી પ્રસાદ લેવા જવાનું કહીને નીકળેલ બાળક રહસ્યમય સંજોગોમાં દુર્ઘટનાનો ભોગ બનતાં શ્રમિક પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.બીજી તરફ ઘટના સમયના જ ૧૫ મિનિટના CCTV ફૂટેજ ગાયબ હોવાનું સામે આવતાં સમગ્ર મામલે અનેક શંકા-કુશંકાઓ ઉભી થઈ છે, જેને પગલે કપુરાઈ પોલીસે ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.સૂર્યનગર બાયપાસ નજીક આવેલી એસ.આર.એનર્જી કંપનીમાં નોકરી કરતા રાકેશભાઈ રાઠવાએ જણાવ્યું કે, અગે મૂળ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના રહેવાસી છીએ. હાલ તરસાલી બાયપાસ પાસે સૂર્યનગરમાં આવેલી એસ.આર. બાયોગેસ કંપનીમાં નોકરી કરું છું. મારો છોકરો આજે સવારે સ્કૂલે ગયો હતો. તે રોજ સવારે ૬ વાગ્યે સ્કૂલે જાય અને બપોરે ૧૨.૩૦ વાગ્યે છૂટે છે. તે પ્રસાદ લેવા ઘરથી બહાર ગયો હતો ને થોડા સમય બાદ આજુબાજુ લોકોએ આવીને અમને જાણ કરી ત્યાં કોઈની કાર હતી તેમાં બેઠા અને પછી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દવાખાને લાવી આવ્યા.બનાવ કેવી રીતે બન્યો તે મને ખબર નથી પણ છોકરો બસના દરવાજા જોડે જ નીચે પડેલો હતો. તે બીજા ધોરણમાં ડૉ. એ્.પી.જે. અબ્દુલ કલામ પ્રાથમિક શાળા (તરસાલી-૨) માં ભણતો હતો. મારી માત્ર એટલી જ માંગણી છે કે સીસીટીવીી તપાસવામાં આવે અને મારા બાળકને યોગ્ય ન્યાય મળે.