Loading Please Wait !!!
કોંગ્રેસે મેયર ઓફિસનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ

  • વિરોધ કરી રહેલા નેતાઓની ટીંગાટોળી કરી અટકાયત
  • જંગલેશ્વર ડિમોલિશનકાંડની તપાસ ક્યાં પહોંચી મુદ્દે શહેર કોંગ્રેસે જનરલ બોર્ડ પહેલા જ હોબાળો કરતા મામલો ગરમાયો 
  • ભાજપના શાસકો મોટી વાતો કરે છે, કાર્યવાહી કરતા નથી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ યોજાઈ રહ્યું છે. જોકે બોર્ડની કામગીરી શરૂ થાય તે પૂર્વે જ મનપાના પટાંગણમાં શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ભારે ધમાસાણ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બોર્ડમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી મેયર ઓફિસનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. અને ઓફિસ બહાર બેસી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા. જોકે રાજકોટ કોંગ્રેસના અનેક મોટા નેતાઓ જેવા કે મહેશ રાજપૂત, હેમાંગ વસાવડા સહિતનાં આ વિરોધ પ્રદર્શનમાં ડોકાયા નહોતા. મેયરની કચેરી બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવતા પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ અને આક્ષેપબાજીના દ્રશ્યો સર્જાયા હતા. સ્થિતિ વધુ વણસતાં પોલીસે કોંગ્રેસના આગેવાનોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ આ તકે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા ૧.૫ મહિના પહેલાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ SITની રચના કરવાની મોટા ઉપાડે વાત કરવામાં આવી હતી. ભાજપ શાસકો અને પૂર્વ નેતાઓની ભ્રષ્ટાચાર બહાર લાવવાની ફંસાતો મારી હતી, પરંતુ હાલમાં કોઈ નક્કર કામગીરી થવાના બદલે બધું ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટના પૂર્વ મેયરના મકાનનું ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા ૪૫૦ વારમાં ગેરકાયદેસર રીતે બંગલાનું નિર્માણ થઈ રહ્યું હોવાનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પ્રજા અને વિપક્ષ સામે આવી ચૂક્યો છે. આ બધું જાણતા હોવા છતાં ભાજપ શાસકો ફક્ત મોટી વાતો જ કરી રહ્યા છે. હજુપણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ કારણો કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચારી શાસન કર્યું છે, જે SITનો રિપોર્ટ જાહેર નથી કર્યો. અનેક વસ્તુઓ એવી છે કે જેના વિરોધમાં આજે અમે આવ્યા છીએ. આરોગ્યનો પ્રશ્ન હોય, ગંદા પાણીનો પ્રશ્ન હોય, અનેક એવા પ્રશ્નો છે તંત્ર એમાં ધ્યાન નથી દેતું. SITને ૫૦-૫૦ દિવસ થઈ ગયા નદીકાંઠા વિસ્તારમાં જે ભ્રષ્ટાચાર થયો એનો રિપોર્ટ જાહેર કર્યો નથી. હાલમાં કમિશનરની આગેવાનીમાં RMC ભ્રષ્ટાચાર થઈ ગયું છે. અને મેયર માત્ર મોટી-મોટી વાતો કરે છે. તપાસનો રિપોર્ટ જાહેર કરો તો અમે માનશું કે પાણીચાયા ગેર છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આજે પ્રજાનો અવાજ બનીને અમે આવ્યા છીએ. શું નડે છે, તમે કોની લાજ કાઢો છો? તમે કમિશનર છો, મહાનગરપાલિકા તમારી, ગુજરાત સરકાર તમારી, કેન્દ્ર સરકાર તમારી, છતાં ૫૦ દિવસની અંદર ૩-૩ SITના ચેરમેન બદલવા પડ્યા છે. તમે કોની લાજ કાઢી રહ્યા છો? તમે આ રિપોર્ટ જાહેર કરો. સાથે જ રાજકોટની જનતા ગંદા પાણીથી પીડાય છે, ગંદકીથી પીડાય છે, આરોગ્ય સેત્રે પીડાય છે. આપા પ્રશ્નોને વાચા આપવાના બદલે તમે માત્ર ભ્રષ્ટાચાર કરો છો. રાજકોટ કઈ રીતે રાજકોટ સ્વસ્થ રહે છે એવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ગઇકાલે ૧.૨૫ કરોડનું બિલ પાસ કર્યું, તો અહીં કોઈ તજજ્ઞ સલાહ આપી શકે એવા નથી ? આમ આભી ભ્રષ્ટાચારની ગંગોત્રી ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીની કથની અને કરનીમાં ફેર છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે.