Loading Please Wait !!!
ઘર આંગણે રમતા ૩ વર્ષના બાળકનું સ્કૂલ બસની ઠોકરે મોત

રાજકોટ શાપરની ઘટના

અકસ્માત સર્જનાર બસ ચાલક સામે ગુનો નોંધાશે: પરિવારમાં ભારે શોક

સિટી ન્યૂઝ@રાજકોટ

શાપર વેરાવળમાં ઘર પાસે રમી રહેલા ત્રણ વર્ષના બાળકનું સ્કૂલ બસની ઠોકરે ચડી જતાં મોત થયું છે. મૂળ મધ્યપ્રદેશના પરિવારે લાડકવાયો દિકરો ગુમાવતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે. જાણવા મળ્યા મુજબ શાપર વેરાવળમાં ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રહેતાં માનસિંગભાઈ જાદવનો દિકરો મહેન્દ્ર (ઉ.વ.૩) સાંજે છએક વાગ્યે ઘર બહાર રમતો હતો ત્યારે ખાનગી સ્કૂલની બસ નીકળતાં તેની ઠોકરે ચડી જતાં આ બસના ચાલકે જ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બાળકને વધુ ઇજા પહોંચી હોઈ શાપરથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર મહેન્દ્ર એક બહેન અને બે ભાઈમાં બીજો હતો. તેના પિતા માનસિંગભાઈ કંપનીમાં નોકરી કરે છે. શાપર પોલીસે આ માامله કાર્યવાહી કરી બસ ડિટેઈન કરી ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ કરી હતી. બાળકના મૃતદેહને અંતિમવિધિ માટે વતન મધ્યપ્રદેશ લઈ જવાયો હતો.