પંજાબની જેમ ગુજરાત પણ નીટ વિદ્યાર્થીઓનું ભાડું માફ કરે: કેજરીવાલ
સિટી ન્યૂઝ@અમદાવાદ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી ૩ દિવસ ગુજરાત પ્રવાસે પધારી રહ્યા છે. એરપોર્ટ પર પહોંચેલા અરવિંદ કેજરીવાલે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, થોડા દિવસો અગાઉ નીટ પરીક્ષા રદ થતા ૨૨ લાખ વિદ્યાર્થીઓ દુઃખી થયા છે. કેટલાક વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં છે. આગામી સમયમાં ફરી યોજાનાર પરીક્ષામાં વિદ્યાર્થીઓની સહાય કરવામાં આવે. અમારી પંજાબ સરકારે બસનું ભાડું માફ કરવાનું નક્કી કર્યું છે. હું ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું કે આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને સહાયતા આપવામાં આવે.