પાણીની બોટલ 4 રૂપિયાને બદલે હવે 3.50માં ખરીદાશે
- જંગલેશ્વર વિવાદ બાદ અંતે રાજકોટ મનપા જાગ્યું
- 36 દિવસ છતાં તપાસ હેરાની ફેર
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મનપા દ્વારા જંગલેશ્વરમાં એક ઐતિહાસિક ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જોકે આ ડિમોલિશન દરમિયાન પાણીની બોટલ રૂ. ૮માં ખરીદવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા હતા. અને પાણીના રૂ. ૨૩ લાખ સહિતનાં ખર્ચની તપાસ માટે કમિટી બનાવવામાં આવી હતી. જોકે મહિના કરતા વધુ સમય વીતી જવા છતાં તપાસનો કોઈ રિપોર્ટ જાહેર કરાયો નથી. પરંતુ વિવાદને લઈને કુંભકર્ણી નિંદ્રામાં સુતેલું મનપા તંત્ર સફાળું જાગ્યું છે. અને મનપા દ્વારા ૨૦૦ ML પાણીની બોટલ હવેથી રૂ. ૮ને બદલે માત્ર રૂ. ૩.૫૦ માં ખરીદવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વરમાં હાથ ધરાયેલી ડિમોલેશન કામગીરી દરમિયાન પાણીના ખર્ચને લઈને સર્જાયેલો વિવાદ હજી પણ ચર્ચામાં છે. અગાઉ જૂના રેટ કોન્ટ્રાક્ટ (આર.સી.) મુજબ ૨૦૦ એમ.એલ.ની પાણીની બોટલ આશરે રૂ. ૮ના ભાવે ખરીદવામાં આવી હતી અને ચોપડે રૂ. ૨૩ લાખનો મોટો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો.
અગાઉના શાસકો દ્વારા આંખ બંધ કરીને અપાયેલી મંજૂરીને કારણે ચોમેરથી ટીકા થતાં આખરે વહીવટી તંત્રતે જાગીને પાણી પણ ફૂંફી-ફૂંકીને પીવાનું શરૂ કર્યું છે.સાંસ્કૃતિક વિભાગ દ્વારા આગામી ૨ વર્ષ માટે મંડપ સર્વિસ સહિત ૧૫ ૨ વસ્તુઓ માટે રેટ કોન્ટ્રાક્ટ આધારિત નવું ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે. જેમાં ૨૦૦ એમ.એલ.ની બોટલ માટે મહત્તમ ભાવ રૂ.૩.૫૦ નક્કી કરવામાં આવ્યો છે. ઉપરાંત ૫૦૦ ML માટે રૂ.૬, ૧ લીટરની બોટલ માટે રૂ.૭.૧૦, ૨૦ લીટરના જગ માટે રૂ.૨૦, કાચનો ગ્લાસ રૂ.૩ અને કાગળનાં ડિસ્પોઝેબલ ગ્લાસોનો ભાવ રૂ.૧ નક્કી કરાયો છે.
તેમજ હિમાલયા મિનરલ વોટરની ૧ લીટરની બોટલ માટે રૂ.૭.૦ અને ૫૦૦ એમ.એલ. માટે રૂ.૩પ ના દર નક્કી કરવામાં આવ્યા છે. અગાઉ પ્રસિદ્ધ કરાયેલા ટેન્ડરમાં એજન્સીઓએ નક્કી કરેલા ભાવ કરતાં દોઢ ગણા વધુ ભાવ ભરતા આખરે રિ-ટેન્ડર કરવાની નોબત આવી હતી. હવે તંત્ર દ્વારા નક્કી કરાયેલા ભાવની આપાસ જ ખરીદી થાય તે પ્રકારની તૈયારી દર્શાવવામાં આવી છે. ટેન્ડર ભરવાની અંતિમ તારીખ ૨૪ ઓગસ્ટ નક્કી કરાઈ છે. ત્યારબાદ એજન્સીઓ નક્કી થતા. બાદ દરખાસ્ત મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલવામાં આવશે.બીજી તરફ, જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન પાણી પાછળ થયેલા રૂ. ૨૩ લાખના ખર્ચ અંગે તપાસ માટે રચાયેલી સમિતિની કામગીરી અત્યંત ગોકળગતિએ ચાલી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સમિતિની રચનાને ઉપ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અને આ દરમિયાન આશરે ૩ અધ્યક્ષ બદલાઈ ચૂક્યા હોવા છતાં હજુ સુધી તપાસ અંગે સત્તાવાર સ્પષ્ટતા કે રિપોર્ટ જાહેર કરવામાં આવી નથી, જેને લઈને તંત્રની મૌન નીતિ સામે પ્રજામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.