રપે કેસની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટની ટકોર, લાચાર સ્ત્રી, શિયળ લૂંટાયું જેવા શબ્દો પર મૂકાતો પ્રતિબંધ
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે યૌન ગુનાઓના કેસોમાં ચુકાદા લખતી વખતે વધુ સંવેદનશીલ અને પીડિત કેન્દ્રિત અભિગમ અપનાવવા ભાર મૂક્યો છે. જસ્ટિસ અનિરૂદ્ધ બોઝની અધ્યક્ષતાવાળી નિષ્ણાત સમિતિની સેન્સિટિવિટી એન્ડ કમ્મેશન ઇન રાઈટિંગ જજમેન્ટ્સ રિપોર્ટ જાહેર કરતા કોર્ટે જણાવ્યું કે ન્યાયિક ભાષા પીડિતને ફરીથી માનસિક આઘાત પહોંચાડે તેવી ન હોવી
જોઈએ.દેશભરની ટ્રાયલ કોર્ટોના ૧૨૫ ચુકાદાઓનો વિશ્લેષણ બાદ સમિતિએ અપમાનજનક અને પિતૃસત્તાક માનસિકતા દર્શાવતા શબ્દોને બદલે વિક્ટિમ, સર્વાઈવર, કમ્પ્લેનન્ટ અને સેક્સ્યુઅલ અસોલ્ટ જેવા તટસ્થ શબ્દો વાપરવાની ભલામણ કરી છે. રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું છે કે ફરિયાદ કરવામાં વિલંબ, શરીર પર ઈજા ન હોવી કે વિરોધ ન કરવો તેને સંમતિ તરીકે ગણી શકાય નહીં. જર્જોને સર્વાઈવરના યૌન ઇતિહાસ અંગે અપમાનજનક કે અતિ દખલકારક જિરહ રોકવા અને કોર્ટમાં પીડિતની સુરક્ષા તથા મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું છે. આ સમિતિ સુપ્રીમ કોર્ટના ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ના નિર્ણય બાદ રચવામાં આવી હતી.