Loading Please Wait !!!
શૈક્ષણિક કેલેન્ડર સુધારો; વેકેશન ટૂંકાવી ભણવાના દિવસો વધારો

  • રાજકોટના શાળા સંચાલકની શિક્ષણમંત્રીને રજૂઆત
  • ધો.11-12ના સાયન્સના વિદ્યાર્થીઓને અભ્યાસના ઘટતા 40 દિવસો
  • વિદ્યાર્થીઓને ટોપ 100માં લાવવા હોય તો શૈક્ષણિક કેલેન્ડરમાં સુધારો જરૂરી

સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે વાર્ષિક શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવે છે તે મુજબ અભ્યાસના દિવસો વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ઓછા પડે છે. ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને ભણવાના ૪૦ દિવસ ઓછા પડે છે. જો ગુજરાતના વિદ્યાર્થીઓને NEET અને JEE જેવી નેશનલ એક્ઝામમાં ટોપ ૧૦૦ માં લાવવા હોય તો શૈક્ષણિક દિવસો વધારવા પડે તેમ છે. જે દિવસો દિવાળી અને ઉનાળુ વેકેશન ટૂંકાવીને આપી શકાય તેમ છે. આ અંગે રાજકોટના શિક્ષણવિદ્ અને સ્કૂલ સંચાલક દ્વારા શિક્ષણમંત્રી પ્રધુમન વાઘાને રજૂઆત કરવામાં આવી છે.

રાજકોટની પ્રિમિયર સ્કૂલના કેમેસ્ટ્રી શિક્ષક મનન જોશીએ જણાવ્યું હતું કે, હું ૨૫ વર્ષથી કેમેસ્ટ્રી વિષય શિક્ષક છું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર દર વર્ષે એડવાન્સમાં આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૬-૨૭ નું આ પ્રકારનું કેલેન્ડર બહાર પડ્યું છે. પરંતુ આ કેલેન્ડર છે એ ધોરણ ૧ થી ૯ માટે યોગ્ય છે. પ્રોપર કેલેન્ડર છે. બદા દિવસો, રજાઓની તારીખો બધું જાહેર કર્યું હોય. પ્રથમ સત્ર, દ્વિતીય સત્ર, વાર્ષિક પરીક્ષા, દિવાળી વેકેશન, ઉનાળું વેકેશન એ બધી માહિતી સાથે કમ્પલીટ કેલેન્ડર અમને મળે છે પરંતુ આ કેલેન્ડર જોતાં બે પ્રશ્નો થાય છે. એક તો આ કેલેન્ડર છે એ ધોરણ ૧૦ સુધી ચાલે. ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં આ કેલેન્ડર માટે થોડાક પ્રશ્નો થાય છે. આ કેલેન્ડરમાં ૧૧ મા ધોરણની આપણો વાત કરીએ તો ૨૪૪ દિવસ ટોટલ વર્કિંગ

ડેઝ કેલેન્ડરમાં મળે છે. પણ એમાંથી તમારે ૩૦ દિવસો પરીક્ષાઓના બાદ કરીદેવા પડે (પ્રથમ સત્ર, દ્વિતીય સત્ર, એભ્યલ અક્ઝામ) તો ૨૧૦ દિવસ મળે. જ્યારે ધોરણ ૧૨મા ૧૧૦ દિવસ જ મળે છે. એનું કારણ એ છે કે ૧૨મા ધોરણમાં માની લો બાળક 'A' ગ્રુપમાં છે તો એનું JEE ની પરીક્ષા જાન્યુઆરીથી સ્ટાર્ટ થાય. જાન્યુઆરીમાં JEE ની પરીક્ષા દે, પછી ફેબ્રુઆરીથી પ્રેક્ટિકલ પરીક્ષા સ્ટાર્ટ થઈ જાય, ફેબ્રુઆરી એન્ડથી વાર્ષિક બોર્ડ એક્ઝામ ચાલુ થઈ જાય.

ધોરણ ૧૨ મા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી માટે, ખાસ કરીને 'A' ગૃપના વિદ્યાર્થી માટે જેવી બોર્ડની પરીક્ષા પૂરી થાય એટલે GUJCET ની પરીક્ષા ચાલુ થઈ જાય. GUJCET ની પરીક્ષા પતે પછી સેકન્ડ રાઉન્ડ JEE Mains લેવાય. આ સમય દરમિયાન બાલકને ૧૨મા ધોરણના

શૈક્ષણિક કેલેન્ડરમાં, ૧૨મા ધોરણના વિદ્યાર્થી જે વિજ્ઞાન પ્રવાહ 'A' સુપમાં હોય ખાસ કરીને, અને ૧૧૦ દિવસ જ મળે છે.હવે એની સામે અમારે ૪૦ દિવસની ઘટ પડે છે મિનિમમ. જેથી શિક્ષણ મંત્રીને વિનંતી છે કે બાળકો આપણા ગુજરાત રાજ્યના બાળકોને જો સ્કૂલમાં પ્રોપર દિવસો નહીં મળે તો અભ્યાસક્રમ અમારે એક લેવલથી વધારે સ્પીડમાં ચલાવવો પડે.

બાળકો 'A' ગ્રુપમાં હોય તો એને ખાસ કરીને GUJCET પણ દેવાની હોય. તેને JEE પણ દેવાની હોય. JEE માં Mains માં બે રાઉન્ડ આવે, Advanced નો રાઉન્ડ આવે જો Mains માં ક્વોલિફાય થાય તો એના માટે જે તૈયારી કરાવવી પડે એમાં અમને આ સમય ઓછો પડે છે. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સાથે નેશનલ લેવલની JEE માં સારા માર્ક્સ પાસ થવું હોય ટોપ ૧૦૦ માં આવવું હોય, IITs કે

NITs માં જવું હોય તો આ સમય આપણને ૧૧-૧૨ ધોરણના દિવસો ઓછા પડે છે.એટલે આના માટે અમારે એવું માનવું છે કે જો સરકાર આપણને કોઈ આમાં મદદરૂપ થાય, એમ્ની શિંક ટેન્ક કે એના કોઈ પણ વિષય શિક્ષક હોય કે શિક્ષણ ખાતામાંથી કોઈ પણ તજજ્ઞ હોય, એના પાસે એક વાર રિવાઈઝ કરાવે અને દિવાળી તેમજ ઉનાળા વેકેશનના દિવસો થોડા કાપી દેવામાં આવે તો અમને આ બહુ सारो સહકાર મળશે.

પ્રિમિયર સ્કૂલના સંચાલક મનન જોશીએ શિક્ષણમંત્રી પ્રધુમન વાજાને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અપાતું શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર ૨૦૨૬ - ૨૦૨૭ મુજબ ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહ વિદ્યાર્થીઓને 330 દિવસો ૨ વર્ષમાં અભ્યાસ માટે મળે છે.

જેની સામે ૩૮૫ દિવસની જરૂરીયાત હોવાથી બાળકોને રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ જેમ કે JEE (MAIN), JEE (ADV) અને NEET ની તૈયારી માં સમય ઓછો મળે છે. આપણા રાજ્યના બાળકોના ર્દીલઝ્સ્ને જો રાષ્ટ્રીય કક્ષાએ લઈ જવું હોય તો ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે શૈક્ષણિક કેલેન્ડરમાં દિવાળી અને ઉનાળુ વેકેશન ના દિવસો માં થોડો ઘટાડો કરવો પડે તેમ છે. આ સાથે આપને વિનંતી છે કે અમારા આ પ્રશ્નોમાં આપ અમને મદદરૂપ થાઓ. જેથી કરીને ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહ વિદ્યાર્થીઓને બીજા રાજ્યોની જેમ રાષ્ટ્રીય કક્ષાએ સફળ થવાની સમાન તક મળે અને સાથે સાથે બાળકી અને તેમના વાલીઓને પ્રાઈવેટ કોર્ચીંગ, ડમી સ્કૂલ અને ઓનલાઈન ક્લાસિસમાંથી મુક્તિ મળે અને સંપૂર્ણ તૈયારી શાળામાં જ થઈ શકે.