એર ઇન્ડિયાની ફ્લાઈટમાં આકાશમાં ખૌફનાક ઝટકા, દિલ્હીમાં લેન્ડિંગ, 12ને ઈજા
- ફુકેટ–દિલ્હી ફ્લાઈટ ટર્બ્યુલન્સમાં ફસાઈ
- અચાનક વિમાન નીચે ઉતરવા લાગ્યું, હવામાં ભારે આંચકા લાગ્યા, સીલિંગમાં તિરાડો પડી
સિટી ન્યૂઝ@નવીદિલ્હી
એર ઈન્ડિયાની ફુકેટથી દિલ્હી આવતી ફ્લાઈટ AI૩૦૭ મંગળવારે ટર્બ્યુલન્સ (તીવ્ર હવાના આંચકા)માં ફસાઈ ગઈ. ભારે આંચકાઓને કારણે ફ્લાઈટ ડોલવા લાગી અને અચાનક નીચે આવવા લાગી. જોકે, પાઈલોટે પરિસ્થિતિ સંભાળી લીધી અને ફ્લાઈટને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.
ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, અકસ્માતમાં વિમાનમાં સવાર ૧૨ લોકો ઘાયલ થયા છે. જેમાં મુસાફરો અને ક્રૂ મેબર્સનો સમાવેશ થાય છે. ઘાયલોને દિલ્હી એરપોર્ટના મેડિકલ સેન્ટરમાં તપાસ અને સારવાર માટે મોકલવામાં આવ્યા છે.
એર ઇન્ડિયાએ અગાઉ જણાવ્યું હતું કે તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. કોઈને ગંભીર ઈજા થઈ હોવાના સમાચાર નથી. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ટર્બ્યુલન્સ પછી ફ્લાઈટની
તસવીરો સામે આવી છે, જેમાં પ્લેનની સીલિંગ પેનલમાં તિરાડો જોવા મળી હતી. ફ્લાઈટમાં સવાર એક यात्रीએ જણાવ્યું કે અચાનક વિમાન ખૂબ જ ઝડપથી નીચે આવવા લાગ્યું, જેના કારણે ઘણા મુસાફરો ઘાયલ થયા અને તેમને ઇજાઓ પહોંચી.
આ અકસ્માત પછી બધા મુસાફરો ડરી ગયા હતા. એક મુસાફરે જણાવ્યું કે ફ્લાઈટ ઉડાણ ભરતી વખતે અચાનક ખુબ નીચે આવી ગઈ, જેના કારણે ઘણા મુસાફરોના માથા સીધા સીલિંગ સાથે અથડાયા. ઘણા લોકોના માથા પર સોજો પણ આવ્યો છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા કંપનીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ઘાયલ લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે અને ઘટનાની તપાસમાં સંબંધિત અધિકારીઓ સાથે સંપૂર્ણ સહયોગ કરવામાં આવી રહ્યો છે.
ટર્બ્યુલન્સ શું છે?
વિમાનમાં ટર્બ્યુલન્સ અથવા હલચલનો અર્થ થાય છે- હવાના તે પ્રવાહમાં અવરોધ આવવો, જે વિમાનને ઉડવામાં મદદ કરે છે. આવું થવા પર વિમાન ડોલવા લાગે છે અને અનિયમિત વર્ટિકલ મોશનમાં જતું રહે છે એટલે કે તેના નિયમિત માર્ગ પરથી હટી જાય છે. આને જ ટર્બ્યુલન્સ કહેવાય છે. ઘણીવાર ટર્બ્યુલન્સને કારણે અચાનક જ વિમાન ઊંચાઈ પરથી થોડા ફૂટ નીચે આવવા લાગે છે. આ જ કારણ છે કે ટર્બ્યુલન્સને કારણે વિમાનમાં સવાર મુસાફરોને એવું લાગે છે, જાણે વિમાન પડવાનું હોય. ટર્બ્યુલન્સને પ્લેનનું ઉડવું અમુક અંશો એવું છે, જેમ કે - ખાડાટેકરાવાળા રસ્તા પર કાર ચલાવવી. કેટલાક ટર્બ્યુલન્સ હળવા હોય છે, જ્યારે કેટલાક ગંભીર હોય છે.
કોઈપણ વિમાનને સ્થિર રીતે ઉડવા માટે જરૂરી છે કે તેની પાંખોની ઉપર અને નીચેથી વહેતી હવા નિયમિત હોય. ઘણીવાર હવામાન અથવા અન્ય કારણોસર હવાના પ્રવાહમાં અનિયમિતતા આવી જાય છે, જેનાથી એર પોકેટસ બને છે અને આ જ કારણોસર ટર્બ્યુલન્સ થાય છે.