Loading Please Wait !!!
ગોવાના કેસિનો જેવું અમદાવાદમાં જુગારધામ ચાલતું હતું

જિમખાનાના માલિકે 100 કેમેરા લગાવ્યા હતા, ઘરમાં જ કંટ્રોલરૂમ, પોલીસ દેખાય તો વોકી ટોકીથી મેસેજ પહોંચતો

  • 3 માળના મકાનમાં 40 ટેબલો ગોઠવી જુગાર રમાતો હતો

  • જુગારીઓની મેમ્બરશીપ, આંગડિયામાં પૈસાની લેવડદેવડ હાર-જીત માટે કોડવર્ડ

  • ક્લબમાં SMCનું 22 કલાકથી વધુ ઓપરેશન ચાલ્યું

સિટી ન્યૂઝ@અમદાવાદ

અમદાવાદના મનપસંદ જીમખાના કલબમાં ‘D કંપની’ સ્ટાઈલથી ગોવાના કેસિનો જેવો માહોલ ઊભી કરીને હાઈપ્રોફાઈલ જુગારધામ ચલાવવામાં આવતું હતું. જેમાં ક્લબની મેમ્બરશીપથી લઈને હાર-જીતના નાણાંની લેવડદેવડ માટે આંગડિયા પેઢીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને સમગ્ર ખેલ ગુપ્ત રાખવા માટે ખાસ કોડવર્ડનો ઉપયોગ થતો હતો.

ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના કલબમાં દરોડો પાડી જુગારધામ ચલાવતા મુખ્ય સંચાલકો સહિત ૧૮૦ જુગારીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, સંચાલકો ગોવિંદ ઉર્ફે ગામા પટેલ અને કિરીટસિંહ ચાવડા જુગાર માટે પ્રતિ ટેબલ ૧૫,૦૦૦થી ૩૦,૦૦૦ સુધીનું ભાડું વસૂલતા, રૂ.

૨૦૦૦માં મેમ્બરશીપ આપતા અને નાણાંની લેવડદેવડ માટે આંગડિયા પેઢીઓનો ઉપયોગ કરતા હતા. આજે ૪ ઓગસ્ટે તમામ આરોપીઓને પોલીસની ૪ અને AMTSની ૧ બસ ભરીને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. SMCની તપાસમાં ખુલાસો થયો છે કે, મનપસંદ જીમ ખાના કલબમાં ગોવિંદ ઉર્ફે ગામા જોડીદાસ પટેલ, બંડીશ અજયભાઈ ખત્રી અને ભરત રામભાઈ પટેલ ભાગીદાર છે. ભરત પટેલે પોતાનો હિસ્સો નિકુંજ પત્રીને ગિરો ઉપર આપેલો છે. મનપસંદ જીમખાનાના ડાયરેક્ટર તરીકે ગોવિંદ ઉર્ફે ગામા પટેલ સંચાલન કરે છે અને દર મહિને ત્રણેય ભાગીદાર પોતાના બેંક એકાઉન્ટમાં મનપસંદમાંથી રૂ. ૨૦ હજાર લેતા હોવાનું સામે આવ્યું છે.

મનપસંદ જીમખાનામાં મનોરંજનની આડમાં અંગત આર્થિક ફાયદા માટે ગોવિંદ ઉર્ફે ગામા પટેલ, કિરીટસિંહ

મફાજી ચાવડા સાથે મળીને જુગાર રમાડવાના હેતુથી ટેબલો અલગ અલગ વ્યક્તિઓને ભાડે આપતા હતા, કુલ ૬ લોકોને ભાગીદારીમાં મનપસંદ જીમ ખાનામાં આવેલા ટેબલમાં હારજીતનો જુગાર રમાડવા માટે ભાડે આપ્યા હતા. જુગાર રમાવા માટે મનપસંદ ક્લબની ગેમ્બરશીપ ૨૦૦૦ ભરીને ત્રણ મહિના માટે મેળવતા હતા અને મનોરંજનના બહાના હેઠળ જુગાર રમા માટે આવતા હતાં. એક રમતની બાજુના ટેબલો ઉપર ૩૦૦ લેખે નાળ કાઢીને જુગાર રમાડતા હતા.

જુગાર રમા માટે જે ગ્રાહકો આવતા તેમના પાસેથી ડિપોઝિટ અને તેમના રૂપિયા નારાયણ નાથ ઉર્ફે નારાજા રાવલ અને વિપુલ જીમખાનાની બહાર કોઈ જગ્યાએ મુકાવી દેતા અને ગ્રાહકોને પૈસાની ચિઠ્ઠી બનાવીને આપી દેતા. રોકડ રકમ વિના જ જુગાર રમા માટે ક્લબમાં મોકલવામાં આવતા હતા.