Loading Please Wait !!!
રાજકોટ શહેરમાં ફરજ બજાવતા 32 પોલીસકર્મીની આંતરિક બદલી

એક જ સ્થળે 3 કે વધુ વર્ષથી ફરજ બજાવતા જવાનોનું ટ્રાન્સસર

  • સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આજે ૪ ઓગસ્ટે એક સાથે વધુ ૩૨ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરી છે. એક જ સ્થળે ૩ વર્ષ કે તેથી વધુ સમય સુધી ફરજ બજાવતા હોય તેવા મોટા ભાગના તમામ પોલીસ કર્મીઓની બદલી કરવા માટે નિર્ણય કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા યાદી તૈયાર કરી આંતરિક બદલી કરવામાં આવી છે.જેમાં પ્રથમ યાદી જાહેર કરી ૪૬ કર્મીઓની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલીઓ કરવામાં આવી હતી અને તેમાં મોટાભાગે મહિલા પોલીસ કર્મચારીઓનો

સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પછી વધુ એક બદલીનો લીધો તૈયાર કરી ૮૮ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજરોજ બદલી પામેલા તમામ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી છુટા કરી બદલીના સ્થળે હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે.

  • 13 દિવસમાં ચાર લીથો જાહેર કરીને 169 પોલીસકર્મીની બદલી

રાજકોટ શહેર પોલીસમાં અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ અલગ અલગ શાખામાં એક સ્થળ પર ૩ કે તેથી વર્ષ સુધી સુધી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધી કુલ ૪ લીથા જાહેર કરવામાં આવ્યા છે. તેમાં કુલ ૧૩૭ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. પ્રથમ લીથો ૨૩ જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો તેમાં ૪૯ પોલીસ કર્મીને પોલીસ હેડ ક્વાર્ટરમાં મુકવામાં આવ્યા હતા આ પછી બીજો અને ત્રીજો લીથો ૨૮ જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં ૮૪ અને ૪ મળી કુલ ૮૮ પોલીસ કર્મીની બદલી કરવામાં આવી હતી.

  • હજુ પણ પોલીસ કર્મીઓની બદલીનો લીથો આવી શકે છે

આ પછી આજે ૪ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ચોથો લીથો જાહેર કરવામાં આવ્યો છે જેમાં કુલ ૩૨ પોલીસ કર્મીની આંતરિક બદલી કરવામાં આવી છે. આજે ૩ પૈકી ૧૨ પોલીસ કર્મી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હતા જેમને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે જ્યારે બાકીના ૧૦ કર્મીઓની આંતરિક પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે અને ૧૦ પોલીસ કર્મીને હેડ ક્વાર્ટરમાંથી પોલીસ સ્ટેશનમાં બદલી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હજુ પણ પંચી વધુ પોલીસ કર્મીઓની બદલીનો લીથો આવતા નજીકના દિવસોમાં બદલી સાથે જાહેર કરવામાં આવશે જેમાં મોટાભાગના ટ્રાફિક શાખામાં મુકાઈ તેવી શક્યતા સેવામાં રહી છે.

પોલીસકર્મીઓની આંતરિક બદલી

હોદ્દો નામ હાલની ફરજનું સ્થળ બદલી
ASI નરેન્દ્રસિંહ રાજપૂત આજીડેમ પોલીસ સ્ટેશન ટ્રાફિક શાખા
ASI રમેશભાઈ ચૌહાણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ટ્રાફિક શાખા
ASI અમરદલાલ ચૌહાણ ગાંધીગ્રામ-૨ (યુનિ) પોલીસ સ્ટેશન આજીડેમ પોલીસ સ્ટેશન
ASI જીતેન્દ્રકુમાર બાણા ગાંધીગ્રામ-૨ (યુનિ) પોલીસ સ્ટેશન કુવાડવારોડ પોલીસ સ્ટેશન
ASI જયંતીબેન મથર ગાંધીગ્રામ-૨ (યુનિ) પોલીસ સ્ટેશન પ્રધુમનનગર પોલીસ સ્ટેશન
ASI કેતનકુમાર નિડોલી ટ્રાફિક શાખા માલવીયાનગર સ્ટેશન
ASI નતીબેન જોરીયા મુખ્ય મથક થોરાળા પોલીસ સ્ટેશન
ASI અંતસિંઘ ઝાલા મુખ્ય મથક આજીડેમ પોલીસ સ્ટેશન
ASI પ્રવીણકુમાર મકવાણા અરજી શાખા એરપોર્ટ પોલીસ સ્ટેશન
હેડ કોન્સ્ટેબલ વિશાલકુમાર કાડ તાલુકા પોલીસ સ્ટેશન કુવાડવારોડ પોલીસ સ્ટેશન
હેડ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ ગોહિલ ટ્રાફિક શાખા એટેચ મ.પો.કમિ.કાઈમ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન
હેડ કોન્સ્ટેબલ હરપાલ સોલંકી મુખ્ય મથક ટ્રાફિક શાખા
હેડ કોન્સ્ટેબલ પ્રવિણ મકડી મુખ્ય મથક પ્રધુમનનગર પોલીસ સ્ટેશન
હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર ચૌહાણ મુખ્ય મથક ટ્રાફિક શાખા
હેડ કોન્સ્ટેબલ હેમલભાઈ ગઢવી મુખ્ય મથક ભક્તિનગર પોલીસ સ્ટેશન
હેડ કોન્સ્ટેબલ વિપુલકુમાર પટેલ મુખ્ય મથક ટ્રાફિક શાખા
હેડ કોન્સ્ટેબલ અમીનભાઈ કરગરિયા ભક્તિનગર પોલીસ સ્ટેશન ગાંધીગ્રામ-૨ (યુનિ) પોલીસ સ્ટેશન
કોન્સ્ટેબલ જુગાબેન સંધાણી માલવીયાનગર સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન
કોન્સ્ટેબલ રાજ સાંડિયા ટ્રાફિક શાખા કુવાડવારોડ પોલીસ સ્ટેશન
કોન્સ્ટેબલ સંજયસિંહ જાડેજા ટ્રાફિક શાખા ગાંધીગ્રામ-૨ (યુનિ) પોલીસ સ્ટેશન
કોન્સ્ટેબલ જીતેશભાઈ હાડડા ટ્રાફિક શાખા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન
કોન્સ્ટેબલ વિપુલકુમાર દધાણી ટ્રાફિક શાખા ગાંધીગ્રામ-૨ (યુનિ) પોલીસ સ્ટેશન
કોન્સ્ટેબલ ભરતભાઈ નાગાણી ટ્રાફિક શાખા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન
કોન્સ્ટેબલ ઉમેશકુમાર બાલાસરા મુખ્ય મથક ટ્રાફિક શાખા
કોન્સ્ટેબલ કેયુર આહિર મુખ્ય મથક પ્રધુમનનગર પોલીસ સ્ટેશન
કોન્સ્ટેબલ જયદીપ લાઠીયા ગાંધીગ્રામ-૨ (યુનિ) પોલીસ સ્ટેશન બી ડિવિઝન પોલીસ સ્ટેશન
કોન્સ્ટેબલ ધનશ્યામસિંહ ડાભી ટ્રાફિક શાખા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન
લોકરક્ષક ગૌતમભાઈ વાળા ગાંધીગ્રામ-૨ (યુનિ) પોલીસ સ્ટેશન ટ્રાફિક શાખા
લોકરક્ષક અશોકભાઈ સોલંકી ટ્રાફિક શાખા એ ડિવિઝન પોલીસ સ્ટેશન
લોકરક્ષક નમતીબેન વઢેર ટ્રાફિક શાખા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન
લોકરક્ષક ધર્મેશભાઈ કડીયા ટ્રાફિક શાખા માલવીયાનગર સ્ટેશન
લોકરક્ષક રાહુલ ડાભી ટ્રાફિક શાખા કુવાડવારોડ પોલીસ સ્ટેશન