Loading Please Wait !!!
વાહનની નંબર પ્લેટ ઢાંંકવાની છેતરપિંડીનો ગૂનો બનતો નથી

સુપ્રીમ કોર્ટનો ચુકાદો

» તે દંડ માટેનું કારણ બની શકે છે પરંતુ ગુનો નહીં

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટે વાહનની નંબર પ્લેટ ઢાંકવા અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે માત્ર નંબર પ્લેટ છુપાવવાથી IPCની કલમ ૪૨૦ હેઠળ છેતરપિંડીનો ગુનો બનતો નથી. જોકે, મોટર વાહન અધિનિયમ હેઠળ આ નિયમકારી ઉલ્લંઘન બદલ દંડ થઈ શકે છે. મોહમ્મદ અબ્દુલ અહદ શેકર વિરુદ્ધ તેલંગાણા રાજ્યના કેસમાં

જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે અરજદાર સામે નોંધાયેલા છેતરપિંડીનો કેસ રદ કર્યો હતો. અરજદારના સ્કૂટરની પાછળની નંબર પ્લેટ કાળા માસ્કથી ઢંકાયેલી હતી, જ્યારે આગળની નંબર પ્લેટ સ્પષ્ટ દેખાતી હતી. કોર્ટે જણાવ્યું કે છેતરપિંડીનો ગુનો સાબિત કરવા અપમાણિક ઇરાદો, પ્રલોભન અને મિલકતના નુકસાન જેવા જરૂરી તત્વો હોવા જોઈએ. માત્ર નંબર પ્લેટ ઢાંકવાના આધારે IPC કલમ ૪૨૦ લાગુ કરવી કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે.