Loading Please Wait !!!
કેજરીવાલે PM હવાસ સુધી માર્ચ કાઢી પોલીસે રોક્યા

  • ફિરોઝશાહ રોડ પર ધરણા કર્યા
  • E20 ના વિરોધમાં 2 લાખથી વધુ લોકોના પત્રો સોપીશું

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

E20 ફ્યુઅલના વિરોધમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAP સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે વડાપ્રધાન આવાસ તરફ માર્ચ કાઢી હતી. જોકે, દિલ્હી પોલીસે કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ, જેસ્મિન શાહ સહિત AAPના નેતાઓ અને કાર્યકર્તાઓને ફિરોઝશાહ રોડ પર રોકી દીધા હતા. ત્યારબાદ કેજરીવાલ સહિતના નેતાઓ રસ્તા પર જ ધરણાં પર બેસી ગયા હતા.

AAPનો દાવો છે કે E20 ફ્યુઅલના વિરોધમાં દેશભરમાંથી ૨.૩૦ લાખથી વધુ લોકોની સહીવાળી અરજીઓ એકત્ર કરવામાં આવી છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપવાની હતી.

કેજરીવાલે જણાવ્યું કે તેમણે એક મહિના પહેલાં વડાપ્રધાન પાસે મુલાકાત માટે સમય માગ્યો હતો, પરંતુ જવાબ મળ્યો નહોતો.

કેજરીવાલે E20 નીતિનો વિરોધ કરતાં પેટ્રોલ પંપ પર શુદ્ધ પેટ્રોલ અને E20 બંનેનો વિકલ્પ उपलब्ध કરાવવાની તેમજ E20 પેટ્રોલની કિંમત ઘટાડવાની માગ કરી હતી. તેમણે અમેરિકાના દબાણ હેઠળ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.બીજી તરફ ભાજપે AAPના પ્રદર્શનની ટીકા કરી હતી. દિલ્હી ભાજપના નેતા હર્ષ મલ્હોત્રાએ મંજૂરી વગર ધરણાં-પ્રદર્શન કરવાનો આરોપ લગાવી કેજરીવાલ પર અરાજકતાની રાજનીતિ કરવાનો પ્રહાર કર્યો હતો.