ગુજરાતનું ગૌરવ: હાઈ વે પર સિંહો મરે છે, તંત્ર સૂતું છે !
=> અવાર-નવાર સિંહ દીપડાના અકસ્માતમાં મોત : પ્રોજેક્ટ કાગળ પર
=> સોમનાથ-ભાવનગર હાઈ વે `વાઈલ્ડ લાઈફ ડેથ ટ્રેપ' બન્યો
સિટી ન્યૂઝ@રાજકોટ : સોમનાથ-ભાવનગર હાઇવે પર સતત વધી રહેલા વન્યપ્રાણીઓના અકસ્માતો ગંભીર ચિંતાનો વિષય બની રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક વખત સિંહો અને દીપડાઓ હાઇવે પર દેખાયા હોવાના બનાવો સામે આવ્યા છે, જ્યારે કેટલાક કેસોમાં વાહનોની અડફેટે આવી મોત થયાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે.
એશિયાટિક સિંહ ગુજરાતની ઓળખ અને ગૌરવ છે, છતાં હાઇવે પર તેમની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કેમ નથી? તેવા ગંભીર પ્રશ્નો હવે લોકોમાં ઉઠી રહ્યા છે.
હાઈવે પર સિંહોનાં મોત ભાવનગર-સોમનાથ હાઈવે પર વાહનની અડફેટે સિંહણનું મોત
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાત્રે રોડ ક્રોસ કરતી સિંહણને અજાણ્યા વાહને અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જાફરાબાદ રેન્જ વનવિભાગની ટીમ, આરએફઓ અને ટ્રેકર્સ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. વનવિભાગે સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે. અજાણ્યા વાહનચાલકને શોધવા માટે વનવિભાગે આસપાસની હોટલ અને હાઈવે પરના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી છે.
રાજુલા પાસે હાઈવે પર અકસ્માતમાં સિંહબાળનું મોત
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાંતરડી ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાત્રે રોડ ક્રોસ કરી રહેલા 1 વર્ષના સિંહબાળને એક અજાણ્યા વાહને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. વાહનની જોરદાર ઠોકરથી ગંભીર ઈજાઓ થતાં સિંહબાળે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. વનવિભાગનો કાફલો તાત્કાલિક દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. વનવિભાગે ત્વરિત કાર્યવાહી કરીને સીસીટીવી અને બાતમીદારોની મદદથી અકસ્માત સર્જનાર રાજસ્થાન તરફના વાહનચાલકની અટકાયત કરી લીધી છે.
વનવિભાગ અને સંબંધિત તંત્ર સામે કેટલાક મહત્વના પ્રશ્નો ઊભા થાય છે
=> વન્યપ્રાણીઓની અવરજવર ધરાવતા વિસ્તારોમાં હજુ સુધી સ્પીડ કંટ્રોલ માટે અસરકારક વ્યવસ્થા કેમ ઉભી કરાઈ નથી?
=> હાઇવે પર વાઇલ્ડલાઇફ ક્રોસિંગ ઝોન ના પૂરતા સાઇનબોર્ડ અને એલર્ટ સિસ્ટમ કેમ નથી?
=> અન્ય રાજ્યોની જેમ અંડરપાસ, ઓવરપાસ અથવા wildlife corridor જેવી વ્યવસ્થા કેમ વિકસાવવામાં આવી નથી?
=> રાત્રિના સમયે ભારે વાહનોની ગતિ પર નિયંત્રણ માટે ખાસ અભિયાન કેમ હાથ ધરાતું નથી?
=> છેલ્લા ૫ વર્ષમાં સિંહો અને દીપડાઓના અકસ્માતોના સત્તાવાર આંકડા જાહેર કેમ કરવામાં આવતા નથી?
=> Wildlife monitoring માટે આધુનિક ટેકનોલોજી અને પેટ્રોલિંગની વ્યવસ્થા કેટલી અસરકારક છે?
=> વન્યજીવોના સંરક્ષણ માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટોની જાહેરાતો થાય છે, પરંતુ હકીકતમાં હાઇવે પર નિર્દોષ પ્રાણીઓના જીવ જઈ રહ્યા છે તે અત્યંત દુખદ અને ચિંતાજનક બાબત છે.
સરકાર અને વનવિભાગે તાત્કાલિક પગલાં લઈને
=>wildlife corridor,
=>speed monitoring system,
=>night patrolling,
=>warning sensors અને
=>સુરક્ષિત crossing zones
જવી વ્યવસ્થા ઉભી કરવી જરૂરી બની ગઈ છે. જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં વધુ વન્યપ્રાણીઓના મોત માટે જવાબદાર કોણ રહેશે?
આ મુદ્દે વન્યજીવ સુરક્ષાને રાજકીય નહીં પરંતુ માનવતા અને પર્યાવરણના દૃષ્ટિકોણથી ગંભીરતાથી લેવાની જરૂર છે.