Loading Please Wait !!!
PM મોદીએ કહ્યું સૌરાષ્ટ્રના લોકોને પાન-મસાલા ખાવાની અને થૂંકવાની કૂટેવો છે

નવસારીમાં ‘નમો કમલમ’નું લોકાર્પણ કર્યું

  • મોદીએ ગુજરાતી ભાષામાં સંબોધન કરી કહ્યું ભારત માતાકી જય કરે અને પિચકારી મારે, માવાથી મુક્તિ મેળવવા અપીલ કરી

સિટી ન્યૂઝ@નવસારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી નવસારી પહોંચ્યા છે, જ્યાં તેમણે નવસારીના નેશનલ હાઈવે ગ્રીડ નજીક ભાજપના દેશના પ્રથમ AI આધારિત અત્યાધુનિક કાર્યાલય નમો કમલમનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. કાર્યક્રમ સ્થળે ૫૦૦૦થી વધુ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. સમગ્ર જિલ્લામાં ૪૦૦૦ સ્ક્રીન પરથી ૧.૧૫ લાખ લોકો આ ঐতিহাসিক ઘડીના સાક્ષી બન્યા છે. વડાપ્રધાન હેલિપેડ પર ઉતર્યા ત્યારે તેમનું ભવ્ય અને પરંપરાગત શૈલીમાં સ્વાગત કરાયું. પરંપરાગત

વસ્ત્રોમાં સજ્જ ૧૧૦૦ બહેનો માથે કળશ મૂકીને તેમના આગમનને વધાવ્યું. ૫૦૦ જેટલા પુરુષોએ વિશેષ ડમરુ વાદન કરીને સમગ્ર વાતાવરણને શિવમય બનાવ્યું. સિવાય ૩૦ બહેનોએ ढોલ-ત્રાંસાના તાલ સાથે પરંપરાગત વાદો વગાડીને વાતાવરણ ગજવી નાખ્યું.

વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નમો કમલમ પરિસરની મુલાકાત લઈને વિગતવાર સમીક્ષા કરી. તેમણે મુખ્ય કાર્યાલય, અદ્યતન મીડિયા સેન્ટર અને ડિજિટલ કોલ સેન્ટરની કાર્યપ્રણાલીનું નિરીક્ષણ કર્યું. આ ઉપરાંત આધુનિક લાઈબ્રેરી તેમજ સાંસદ અને ધારાસભ્ય માટે બનાવાયેલી ખાસ કેબિનની મુલાકાત લીધી. આ સાથે જ

તેમણે પંડિત દીનદયાળ મીટિંગ હોલ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી હોલ અને અટલ સભાખંડનું પણ નિરીક્ષણ કર્યું.ત્યારબાદ વડાપ્રધાન મોદી સભાસથળે પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું.

સભાસથળે પહેલા સી. આર પાટીલ, પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્માએ ટૂંકામાં સંબોધન કરી વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. જેમાં ભાજપ સરકારની સિદ્ધીઓ, વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ પીએમ મોદીએ સંબોધન કર્યું

હતું. નવસારીના તમામ ૩૮૯ ગામોમાં કુલ ૪૦૦૦ જેટલી સ્ક્રીન ગોઠવવામાં આવી હતી, જેના માધ્યમથી ૧.૧૫ લાખથી વધુ ગ્રામજનોએ પોતપોતાના ગામમાં બેસીને કાર્યક્રમ જોયો અને વડાપ્રધાનના સંબોધનને લાઈવ સાંભળ્યું. વડાપ્રધાન હેલિપેડ પર ઉતર્યા ત્યારે તેમનું ભવ્ય અને પરંપરાગત શૈલીમાં સ્વાગત કરાયું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ૧૧૦૦ બહેનો માથે કળશ મૂકીને તેમના આગમનને વધાવ્યું. ૫૦૦ જેટલા પુરુષોએ વિશેષ ડમરુ વાદન કરીને સમગ્ર વાતાવરણને શિવમય બનાવ્યું. આ સિવાય ૩૦ બહેનોએ ઢોલ-ત્રાંસાના તાલ સાથે પરંપરાગત વાદો વગાડીને વાતાવરણ ગજવી નાખ્યું.