Loading Please Wait !!!
પ્રહલાદ મોદીએ કહ્યું પૂરવઠામાંથી નકસલવાદને હટાવો સરકાર શું કરવા માંગે છે એ સમજાતું નથી

રેશનમાં ચોખા ઘટાડીને 1 કિલો કરાતા વિવાદ

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાતમાં રેશન વિતરણના જથ્થામાં અચાનક ફેરફારને લઈને ફે ર પ્રાઈસ શોપ લાઈસન્સ હોલ્ડર એસોસિએશનના અધ્યક્ષ પ્રહલાદ મોદીએ પૂરવઠા વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. પ્રહલાદ મોદીના જણાવ્યા મુજબ, છેલ્લા બે દિવસથી રેશનમાં ચોખાનું પ્રમાણ ઘટાડીને ૧ કિલો કરવામાં આવ્યું છે, જ્યારે ૨ કિલો ઘઉં અને ૨ કિલો બાજરી આપવાનું જણાવવામાં આવ્યું છે. અગાઉ ૩ કિલો ચોખા અને ૨ કિલો ઘઉં આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

પ્રહલાદ મોદીએ આક્ષેપ કર્યો કે, ઘઉં અને ચોખાનું પ્રમાણ ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. પરંતુ, ગુજરાત સરકાર અને ભારત સરકારના પૂરવઠા વિભાગ વચ્ચે યોગ્ય સંકલનના અભાવે તાકાત સાથે રજૂ કરવામાં આવે છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, ૭ તારીખ સુધીમાં જ વિતરણના પ્રમાણમાં ફેરફાર કરવાની

જરૂર કેમ પડી?

પ્રહલાદ મોદીના જણાવ્યા પ્રમાણે, અગાઉ પણ બાજરીના વિતરણને લઈને આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. બાજરી ઉપલબ્ધ ન થતાં તેની અવેજીમાં ચોખા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, રેશન વિતરણના કોમ્પ્યુટર પ્રોગ્રામમાં ફેરફાર કરવામાં સમય લાગતા રેશનની દુકાનોના સંચાલકો અને ગ્રાહકો બંનેને મુશ્કેલી પડી હતી. પ્રહલાદ મોદીએ રેશનના જથ્થાની ઉપલબ્ધતા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, કેટલાક ગોડાઉનમાં ઘઉંનો જથ્થો છે તો ચોખા નથી અને જ્યાં ચોખા છે ત્યાં ઘઉં ઉપલબ્ધ નથી. તેમના જણાવ્યા પ્રમાણે, હાલમાં બાજરી મળી રહી છે. પરંતુ, ઘઉં અને ચોખાની અછતના કારણે મુશ્કેલીની સમસ્યા સર્જાઈ રહી છે. પ્રહલાદ મોદીએ કહ્યું કે, સરકાર શું કરવા માંગે છે એ સમજાતી નથી. તેમણે રેશન વિતરણની સમય વ્યવસ્થામાં યોગ્ય સંકલન અને આયોજનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.