ગુજરાતમાં મોદીનો રેમ્પવોકથી GEN-Z ફોર્મ્યુલા હિટ
- ગુજરાતની ‘લેબોરેટરી’માં મોદીનો યુવા સાથેનો પ્રયોગ સફળ હવે દેશભરમાં આવું કરવાની શક્યતા
- ધુરંધરના સોંગ પર મોદીની એન્ટ્રી રેમ્પવોક કર્યું
સિટી ન્યૂઝ@વડોદરા
આજે ગુજરાતની લેબોરેટરીમાં PM મોદીએ રેમ્પની રાજનીતિનો પ્રયોગ કર્યો હતો. વડોદરામાં સભા સ્થળ પર પહોંચતા હીસ બાના લાલ મારા ભારતના લાલ, એણે મને માયા લગાડી ગીતથી PM મોદીનું સ્વાગત કરાયું હતું. મોદીએ સ્ટેજ પર રેમ્પ વોક કરીને GEN-Z ની સામે નારાજ રૂડાને કરી યાદ કર્યા. વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે જૂની સરકાર ૧૦ વર્ષમાં ૫૦ હજાર ટોઈલેટ ના બનાવી શકી, અમે ચીપથી શિપ સુધી બનાવી દીધું. ભાજપ માટે ગુજરાત એ રાજકીય લેબોરેટરી ગણાય રહી છે ત્યારે જેન-ઝીને આકર્ષવા માટેનો રેમ્પવોકનો પ્રયોગ દેશમાં પહેલીવાર વડોદરામાં કરવામાં આવ્યો હતો અને જે સુપર ડૂપર હીટ જતા યુવાઓને આકર્ષવા માટે મોદી દેશભરમાં આવા કાર્યક્રમો કરે તો નવાઈ નહીં. ધુરંધરના સોંગ પર પીએમ નરેન્દ્ર મોદીએ જોરદાર એન્ટ્રી કરી રેમ્પ વોક પણ કર્યું હતું અને યુવાનો સાથે સંવાદ કરી સેલ્ફીઓ પણ લીધી હતી આમ આજે લોકાર્પણ કરતા મોદીની રેમ્પ વોકની એન્ટ્રી યુવાનોમાં એક ચર્ચાનો વિષય બની ગઈ.
- PM GEN-ઝે ફૂલ સપોર્ટ કરે છે
- GEN-Z કહ્યું મોદીજી અમારી પાસેથી નીકળ્યા પોઝિટિવ વાઈબ્સ આવ્યા
પીએમ મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા છે. જેમાં તેમણે વડોદરામાં ૩૫ હજાર કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. આ દરમિયાન GEN-Z પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યુવાનોએ પોતાના અનુભવ શેર કર્યા હતા.