Loading Please Wait !!!
પર્યુષણ પર્વનો આજે પાંચમો દિવસ રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યમાં

 
  • ઘાટકોપરમાં 11 હજાર ભાવિકો કરશે સામૂહિક સંવત્સરી પ્રતિકમણ
  • પરમ ગુરુદેવ ક્ષમાપનાના ગહન આધ્યાત્મિક ભાવ પર આપશે વિશેષ પ્રવચનઃ બપોરે બંધ આંખે અંતરની આલોચના
સિટી ન્યૂઝ@રાજકોટ
 
પર્યુષણા મહાપર્વ એટલે આત્મશુદ્ધિ, આત્મનિરીક્ષણ અને ક્ષમાભાવનાની સાધનાનું પાવન પર્વ. આ જ ભાવનાને કેન્દ્રમાં રાખીને મંગળવાર, તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ઘાટકોપરમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યમાં અને ઘાટકોપરમાં બિરાજિત સર્વ સંત સતીજીઓના આશીર્વાદથી અનેક આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ પાવન અવસરે સવારે ૮:૩૦ વાગે પરમ ગુરુદેવ ફોરગીવનેસ એટલે કે ક્ષમાપના વિષય પર વિશેષ પ્રવચન દ્વારા બોધ આપશે. ક્ષમા એટલે માત્ર માફ કરી દેવું નહીં, પરંતુ અંતરમાં સંધરાયેલા રાગ, દ્વેષ, અહંકાર અને કડવાશને ઓગાળીને સંબંધોમાં પ્રેમ અને હૃદયમાં નિર્મળતા પ્રગટાવવાનો આધ્યાત્મિક માર્ગનો બોધપાઠ કેન્દ્રમાં હશે.આ પ્રસંગે બપોરે ૩:૦૦ થી ૫:૦૦ કલાક દરમિયાન બંધ આંખે અંતરની આલોચનાનો એક વિશેષ કાર્યક્રમ યોજાશે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે

પણ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રીમુખેથી પોતાના અનંત ભવોની આલોચના કરી, દેશ-વિદેશમાં લાખો ભાવિકો શ્રાવક દીક્ષા અંગીકાર કરી આ દુર્લભ માનવ ભવને સાર્થક કરશે.ત્યારબાદ સાંજે ૬:૩૦ કલાકે ભવ્ય સામૂહિક સંવત્સરી પ્રતિકમણ યોજાશે. જેમાં ૧૧,૦૦૦ શ્રાવક-શ્રાવિકાઓ અને ભાવિકો એકસાથે પ્રતિકમણ કરીને પોતાના અપરાધો અને ભૂલો માટે ક્ષમાયાચના કરશે તથા પરસ્પર ક્ષમાભાવ કેળવશે. આ અવસરે ૧૧,૦૦૦ ભાવિકોના હૃદયમાંથી એકસાથે ગુંજતું મિચ્છામિ દુક્કડં ક્ષમા અને આત્મશુદ્ધિની સાગૂહિક ભાવનાનું દિવ્ય વાતાવરણ સર્જાશે.સમસ્ત ઘાટકોપર સ્થાનકવાસી જૈન સંઘ, જૈન જાગૃતિ સેન્ટર, કાઠિયાવાડી સમાજ એવં ગુજરાત લાવાડ સમાજના સહયોગથી યોજાનારો આ કાર્યક્રમ સંવત્સરીના મૂળ સંદેશ પોતાની ભૂલોનો સ્વીકાર, સૌની ક્ષમાયાચના અને સૌને હૃદયપૂર્વક ક્ષમાને જીવંત કરતો એક વિશેષ આધ્યાત્મિક પ્રસંગ બની રહેશે.

  • રાજકોટમાં પર્યુષણનો ભક્તિભાવ
  • અજરામર સંઘમાં 11 લાખની ઐતિહાસિક ઉછામણી થઈ હતી
  • સરલાબેન શાંતિલાલ શાહ પરિવારારે પારણાનો લાભ લીધો, પાંચ તપસ્વીઓ સિદ્ધિતપમાં જોડાયા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ સ્થિત અજરામર સ્થાનકવાસી જૈન સંઘમાં પર્યુષણ મહાપર્વના પાંચ દિવસે ‘ત્રિશલાનંદન વીર કી, જય બોલો મહાવીર કી...’ના ગગનભેદી જયઘોષ વચ્ચે પ્રભુ મહાવીર સ્વામી જન્મ વાંચન મહોત્સવ ભારે હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો હતો. પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીની પાવન નિશ્રામાં યોજાયેલા આ ધર્મોત્સવમાં ૧૪ પાવનકારી સ્વપનાંની ઉછામણીમાં શ્રાવક-શ્રાવિકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જ્યાં કુલ ૧૧ Lakhs રૂપિયાની ઉછામણી નોંધાઈ હતી. આ પાવન અવસરે પ્રભુના પારણાનો ઉત્તમ લાભ માતુશ્રી સરલાબેન શાંતિલાલ શાહ પ્રવારે લીધો હતો. વિશેષ આનંદની વાત એ છે કે આ પરિવારના ૫ સભ્યો આ વર્ષે સિદ્ધિતપની આકરી આરાધનામાં જોડાયા છે. આ ઉપરાંત રત્ન રાશિનો લાભ રેજાબેન હરેશભાઈ દફતરી પરિવારે અને પદ્મ સરોવરનો લાભ સુધાબેન મધુક

અંદાર પરિવારે ઉચ્ચતમ બોલી બોલીને પ્રાપ્ત કર્યો હતો. કલ્પસૂત્રની પાવન પોથી વોરાવવાનો લહાવો કુંકુ મહિલા મંડળે લઈ ધન્યતા અનુભવી હતી. ધર્મોત્સવ દરમિયાન તપ-આરાધનાના અદભુત સંજોગ સર્જાયો હતો. સંઘમાં ૩૫ સિદ્ધિતપ સાથે ૪૫ ઉપસના આરાધક કેતનભાઈ દેઢિયાએ ઉપસ્થિત રહીને પરચ્યક્કાસ ગ્રહણ કર્યા હતા. આ ઉપરાંત નાના-મોટા અનેક ભાવિકો ૧૬, ૧૮, ૧૬, ૨૧, ૩૦ ઉપવાસ અને નવાઈ-અઠ્ઠાઈ જેવા આકરા તપમાં જોડાયા છે, જેનાથી સમગ્ર સ્થાનક પર્સર તપોભૂમિમાં પરિવર્તિત થઈ ગયું હતું. કાર્યક્રમમાં સંઘના ટ્રસ્ટીઓ કમલેશભાઈ શાહ, કિરીટભાઈ સંઘવી, નરેશભાઈ અંધાર સહિત અગણની પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સંઘજનો ઉપસ્થિત રહ્યા હતા. પર્યુષણના આ પાવન દિવસોમાં સૌ આરાધકો તન, મન અને ધનથી જોડાઈને ચતુર્માસ દરમિયાન જૈન શાસનની પ્રભાવના અને આત્મકલ્યાણ કરી રહ્યા છે.