Loading Please Wait !!!
20 ફૂટ ઊંચો સ્ટીલનો મંચ તૂટી પડતા 11 મજૂરી ઘાયલ

તમિલનાડુમાં ચર્ચની છત તૂટી, 3ના મોત

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં ગુરુવારે નિર્માણાધીન ચર્ચની છત પડતાં ૩ મજૂરોના મોત થયા હતા. આ દુર્ઘટના કટપાડી નજીક ગંડી કૃષ્ણાપુરમાં બની હતી. મજૂરો ચર્ચની છત માટે કૉફિટ નાખી રહ્યા હતા, ત્યારે સ્લેબ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ૧૧ મજૂરો ઘાયલ થયા છે. જેમને વેલ્લોર ગવર્મેન્ટ મેડિકલ કૉલેજ હોસ્પિટલ, કિશ્ચિયન મેડિકલ કૉલેજ હોસ્પિટલ અને પડોશી આંધ્ર પ્રદેશના ચિત્તૂરની એક

હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.પોલીસે જણાવ્યું કે આ ઇમારત ચર્ચ ઓફ સાઉથ ઈન્ડિયા માટે બનાવવામાં આવી રહી હતી. ત્યારે ૨૦ ફૂટ ઊંચો સ્ટીલનો મંચ અને સપોર્ટ ફ્રેમવર્ક અચાનક તૂટી પડ્યો. જેના કારણે મજૂરો ભારે કૉફિટ અને કાટમાળ નીચે દબાઈ ગયા.દુર્ઘટના બાદ અકસ્માતોમાંથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી, અને જિલ્લા પ્રશાસન, પોલીસ અને ફાયર વિભાગ સાથે મળીને કાટમાળમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢ્યા.