પર્યુષણ પર્વનો આજે ચોથો દિવસ : પર્યુષણ એ ગુરુના સાંનિધ્યમાં સત્યની સમજ પ્રાપ્ત કરી, ભૂલોનો એકરાર કરીને હૃદયને સ્નાન કરવાનો શુભ અવસર
પર્યુષણ પર્વ તમારા નેચરને ચેન્જ કરવા માટે આવે છે...
પરિગ્રહને પૂણ્ય પરિગ્રહ બનાવવાની સમજ આવી જાય તો પર્યુષણ સાર્થક થઈ જાય
સિટી ન્યૂઝ@રાજકોટ
પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વ એ હૃદયપરિવર્તનો અમૃતપ અસવર છે. પર્યુષણ એ ગુરુના સાંનિધ્યમાં સત્યની સમજ પ્રાપ્ત કરી, ભૂલોનો એકરાર કરીને હૃદયને સ્નાન કરવાનો શુભ અવસર છે.પર્યુષણાના ચતુર્થ દિવસે ‘પરિગ્રહ’ ની અનુપ્રેષા કરી, ઇન્ટ્રોસ્પેકશન કરી, પરિગ્રહના આગ્રહનો પ્રભુ સમક્ષ એકરાર કરીને પરિગ્રહને પુણ્ય પરિગ્રહ બનાવવાનો કરાર કરવાનો છે.પરિગ્રહ એક એવો ગ્રહ છે જે ‘રાહુ’ જેવો ગ્રહ બનીને નડી પણ શકે છે અને ‘ગુરુ’ જેવો ગ્રહ બનીને ઉન્નત પણ બનાવી શકે છે. પરિગ્રહનો સમ્યક્ ઉપયોગ એટલે
પરમાર્થની શુભ ભાવના અને અર્પણતાનું શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવવાની પુણ્યશાળી તક! પરિગ્રહનો અસમ્યક્ ઉપયોગ એટલે સ્વાર્થની ભાવના અને સ્વયંના સુખ માટે સંપત્તિનો ઉપયોગ કરવો!સંપત્તિનો ઉપયોગ જ્યારે માત્ર ને માત્ર સ્વયંના સુખ માટે જ થાય છે ત્યારે એ સંપત્તિ અસૂરી કહેવાય છે અને પાપનો બંધ કરાવે છે.સંપત્તિ જયારે અન્યને સુખી કરવા માટે, અન્યનાં દુખ દૂર કરવા માટે, ધર્મ માટે અર્પણ થાય ત્યારે એ પુણ્યનો બંધ કરાવે છે.પરિગ્રહનો નિયમ હોય છે, જો એ સૂઈ હોય તો તમને સુખી કરે અને અધૂરી હોય તો તમને દુખી કરે.સંપત્તિ જો ભાગ્યની હોય તો સૌભાગ્ય વધારે અને ભાગ્યની ન હોય તો છીનવાઈ જાય.પરિગ્રહ હંમેશાં નબ જેપો હોય છે.નબ જયારે વધી ત્યારે એને કટ
ન કરીએ તો સ્વયંને જ વાગે, એમ સંપત્તિ જ્યારે સ્વયંની જરૂરિયાતથી વધારે હોય અને એનો ઉપયોગ અન્યને સુખી કરવા માટે ન થાય તો એ સંપત્તિ ક્યારેક સ્વયંની પીડાનું કારણ બની જાય, એ સંપત્તિ હોસ્પિટલમાં કે સંતાનો દ્વારા અયોગ્ય માર્ગે પણ વપરાઈ શકે છે.કેટલાક પરિગ્રહ આપલી પીડાને વધારે અને કેટલાક પરિગ્રહ પરમાર્થ કરાવીને પુણ્યધારે વધારેજીયા સુધી શું કર્યું છે? સંપત્તિનો પરિગ્રહ કર્યો છે કે એ
સંપત્તિમાંથી પુણ્ય ઉપાર્જન કર્યું છે?પરિગ્રહ જેને ડંખે તે જ પરિગ્રહને પુણ્ય પરિગ્રહ બનાવી શકે.પરિગ્રહ માત્ર સંપત્તિનો હોય. પરિગ્રહ લાગણીનો હોય,
ઇચ્છાનો હોય, વસ્તુઓનો હોય, પદનો હોય, પ્રતિષ્ઠાનો હોય... અનેક પ્રકારના પરિગ્રહ હોય અને એ પરિગ્રહ જ અહંકાર અને ઈર્ષ્યા નામના દોષોને જન્માવે છે અને આત્માને ભુલાવે છે. આજે પરિગ્રહ ભાવઓની અનુપ્રેષા કરતાં કરતાં, પ્રભુ સમક્ષ વિનયભાવે વંદન કરીને સર્વ પ્રકારેના પરિગ્રહ ભાષોનું,,, અને કરી દો: એકરાર કરતાં-કરતાં હૃદયને પરસ્તાવાના જલથી સ્નાન કરાવીને શુદ્ધ કરી દો.પરિગ્રહને પુણ્ય પરિગ્રહ કેવી રીતે બનાવી શકાય? જગતમાં ૩ પ્રકારની વ્યક્તિઓ હોય, જયારે તેની કોઈ વસ્તુ ખોવાઈ જાય તો પ્રથમ કોઈના પર બ્લેમ કરે અને પછી પોલીસ-કમ્પ્લેઈન કરે. જ્યારે તેની કોઈ વસ્તુ ખોવાઈ જાય ત્યારે ભાવના ભાવે કે જેની પાસે હોય તેનું ભલું થાય, તે સુખી થાય.
- પ્રાણ અને પ્રકૃતિ સાથે જાપ : જૈન ધર્મ કહે છે બદલવા ધારો તો જીવતા પ્રકૃતિ બદલી શકો છો
- પોક્ટિવ માણસ દુઃખમાં પણ હસતો રહેશે, નેગેટિવ માણસ સુખમાં પણ રડતો હશે
- નેગેટિવિટીને દૂર કરીને પોક્ટિવિટી લાવવી એજ પર્યુષણ પર્વની સાચી આરાધના
સિટી ન્યૂઝ@રાજકોટ
પર્યુષણ પુનરાવર્તન માટે છે કે પરિવર્તન માટે? નેગેટિવ માણસ હંમેશાં અભાવને જુએ છે. પોક્ટિવ માણસ હંમેશાં જે છે એને જુએ છે. નેગેટિવ માણસ સુખમાં પણ રડતો હશે. પોક્ટિવ માણસ દુઃખમાં પણ હસતો રહેશે. નેગેટિવ માણસ સારા માણસાના પણ દોષો જ જુએ. પોક્ટિવ માણસ ખરાબ માણસના પણ ગુણો જ જુએ. નેગેટિવ માણસ બોલીને બગાડે છે. પોક્ટિવ માણસ સારું બોલીને સુધારે છે.નેગેટિવિટીને દૂર કરીને પોક્ટિવિટી લાવવી એ જ પર્યુષણ પર્વની સાચી આરાધના છે.ભક્તિ છે ભાવના, પ્રપચન
કે વ્યાખ્યાન-સત્સંગમાં બેસો તો પણ એ તમારામાં બેસે છે? ક્યારેક ચેકઅપ કરો. પર્યુષણની સફળતા માટે ચેન્જ યોર એક્ટિવુડ - તમારું પલણા-પ્રકૃતિ બદલાવો. ભાગવત ગીતમાં કહ્યું છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. જૈન ધર્મ કહે છે કે બદલવા ધારો તો જીવતા પ્રકૃતિ બદલી શકો છો!!! પહેલાં યોર હેબિટ - આદત, ટેવ બદલો. પહેલાં ગણાસ ટેવ પાડે છે પછી ટેવ માણસને પાડે છે! ચેન્જ યોર લાઈફ સ્ટાઇલ - જીવન જીવવાની પદ્ધતિ બદલાવો. આપણે આપણા પોતાનામાં પરિવર્તન લાવવા તૈયાર નથી અને બીજા બદલાય એવી આશા રાખી છીએ. જૂનું ભૂલી શકાતા નથી, નવું જોઈ શકાતા નથી!! એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે. જો મથારો જિંદગીને તો જ કઈંક બડકર ગમે. ભૂતકાળના સપના,
વર્તમાનકાળ અપના, ભવિષ્યકાળ કલ્પના. ભૂતકાળને ભૂલી જાઓ. ભવિષ્યની ચિંતા છોડો. માત્ર વર્તમાનકાળને સફળ બનાવવા ચિંતા નહીં, ચિંતન કરો. વ્યથા નહીં, વ્યવસ્થા કરો. જોયા કરો, જતું કરો, એટલું જ નહીં, ક્યારેય જોયા કરો અને જાતે કરો. આવા પરિવર્તનની જ પર્યુષણની ઉજવણી સાર્થક થયા વિના રહેશે નહીં. કોઈ પણ સકારાત્મક કર્તવ્યરૂપે કાર્ય કરો એમાં અપોર્ડ કે રિપોર્ટની આશા-અપેક્ષા વિના કરો. હંમેશાં અંતર નિરીક્ષણ કરતા રહો કે પર્યુષણમાં પરાવર્તન થાય છે કે પરિવર્તન!!! જીવનમાં સુખ-દુઃખ, લાભ-અલાભ, શાંતિ-અશાંતિ જે આવે છે એ જાય
છે. સોનેરી દિવસોને જતા વાર લાગતી નથી. જેની પ્રતિજ્ઞા એની પૂર્ણાહુતિ આવે જ છે. પર્યુષણને સફળ બનાવવા સમાજસુધારક બનતાં પહેલાં સ્વભાવસુધારક બનવું જરૂરી છે. આત્મજાાગૃતિ એ જ સંપત્તિ છે. આત્મજાગૃતિ વિના આત્મહિત શક્ય જ નથી. સૌ પ્રથમ જાગૃત થા ક્રમ બનીને નુકસાનકારક પ્રવૃત્તિથી દૂર થઈ જા. ભીતરમાં ભગવાન વસે તો બધા દાખલા સહેલા, હૃદયમાં શુદ્ધ ભાવોથી મલિનતાને હજારો માઇલ દૂર ભગાવી પ્રભુશરણનો સ્વીકાર કરી આત્મશુદ્ધિ કરી લેવી અતિજરૂરી છે. ‘જિંદગી ખૂબસૂરત છે હમેં જીના નહીં આયા નશા હર ચીઝ મેં હે હમેં પીના નહીં આયા’ પરમાર્થ કરતા રહો, પરંતુ પરમાર્થ બનતાં પહેલાં નિસ્પૃહી બનવાનું ભૂલવો નહીં.