Loading Please Wait !!!
વિકાસ જોઈએ, વૃક્ષોનું નિકંદન નહીં કોઠારીયામાં મનપા સામે વિરોધ

 

વૉકળા ઉપર કોમ્યુનિટી હોલ-ફાયર સ્ટેશનના પ્રોજેક્ટનો વિરોધ : વૃક્ષ છેદન અને વરસાદી પાણી ભરાવાની શક્યતા અંગે નાગરિકોમાં ચિંતા

સિટી ન્યૂઝ@રાજકોટ
 
કોઠારીયા કોલોની યુવા યુથના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, એડવોકેટ ઈદુભા રાઠોડ, સિનિયર સીટીઝન લાલાણી, જાગૃત નાગરિકો મનોજભાઈ ચોટલીયા, પૂર્વ ફૌજી નટુભાઈ ઝાલા ની સંયુક્ત જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર ૧૪માં તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા અંદાજે ૪૨ કરોડના ખર્ચે જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે જેમાં કોઠારીયા કોલોની અને વાણીધાવડી (જુનો પારડી માર્ગ) વચ્ચે આવેલ વોકળા ઉપર કોમ્યુનિટી હોલ અને ફાયર સ્ટેશન નું નિર્માણ થવાનું હોય પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષ છેદન અને વોકળા ઉપરના બાંધકામના પગલે લોકોમાં તીવ્ર નારાજગી અને લોકરોષ ભભૂક્યો છે.

અધિકારીઓ પ્રોજેક્ટ દરમિયાન જ્યારે પણ આવે ત્યારે મહિલા મંડળની ટીમો

દ્વારા તેનો વિરોધ કરી થાળી વગાડવાનો આંદોલન યથાવત રખાયા બાદ મ્યુનિસિપલ કમિશનર અને મેયર ને કરેલી ઇનવર્ડ નંબર ૭૯૧૭ તારીખ :- ૦૭/૦૮/૨૦૨૬, ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર અને સીટી ઇજનેરને પણ તારીખ :- ૧૨/૦૮/૨૦૨૬ના લેખિત રજૂઆતો કરવામાં આવી હતી તે તમામ રજૂઆતો તુમારશાહીનો ભોગ બનતા કોઠારીયા કોલોની યુવા યુથ ને કોઇપણ પ્રકારનો હકારાત્મક કે નકારાત્મક જવાબ લેખિતમાં ન અપાતા યુવા યુથ દ્વારા સપ્ટેમ્બર માસના મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરવામાં આવી છે. વૃક્ષો કોઈપણ સંજોગોમાં કપાશે તો જોયા જેવી થશે એવી ચીમકી ઉચ્ચારી હતી. આશ્ચર્યની બાબત તો એ છે કે જે જગ્યાએ કોમ્યુનિટી હોલ નું નિર્માણ થવાનું છે ત્યાંથી ફકત અડધો કિલોમીટર એ જ માર્ગ પર રાજકોટ મહાનગરપાલિકા

સંચાલિત બે માળનો કોમ્યુનિટી હોલ રણછોડદાસજી બાપુ હોલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના તંત્રને રજૂઆતની ભાષા સમજાતી ન હોય અને આંદોલનની જ ભાષા સમજાતી હોય જે પગલે જનતાએ આંદોલનની સાથો સાથ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. જાગૃત નાગરિક ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે જે સ્થળે પ્રોજેક્ટ નું નિર્માણ કરવાનું છે તે સ્થળે વૃક્ષોને નંબર આપેલા છે તેમાંથી પ્રોજેક્ટ દરમિયાન કયા કયા વૃક્ષો નું છેદન કરાશે અનેમાંથી કુલ કેટલા વૃક્ષો ની હત્યા કરવામાં આવશે અને કયા કયા નંબરના વૃક્ષોની કતલ કરવામાં આવશે તેની સ્પષ્ટતા મ્યુનિસિપલ કમિશનર શ્રી લેખિતમાં કરવી પડશે. તેમજ સીટી ઇજનેર દ્વારા બોક્સ કલ્વર્ટ દ્વારા બાંધકામ કરી વિસ્તારોમાં વરસાદી પાણી નહીં ભરાય તેને લેખિતમાં પાતરી આપવી પડશે જે

કોઈ પ્રોજેક્ટ થાય અને વિકાસ થાય એમાં અમારા સમગ્ર વિસ્તાર ના નાગરિકોની મંજૂરી હોય પરંતુ વિકાસના નામે વૃક્ષ છેદન અને વોકળા બંધ કરવાની નીતિ રીતિ નો સામે અમારો ઉગ્ર વિરોધ છે. સબકા સાથ સબકા વિકાસ ની વાતો વચ્ચે લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જાય એ રીતે વિકાસ અમારે નથી કરવો.

રાજકોટ મહાનગરપાલિકાનું રેઢિયાળ તંત્ર રાજકોટના જાગૃત નાગરિકોના વ્યાજબી સૂચનો અને લોકોની ફરિયાદોમાં આવેલી લેખિત ફરિયાદોને ઉલાળીયો કરે છે અને નાગરિક અધિકાર પત્રનો સરા જાહેર ઉલ્લંઘન કરે છે. કોર્પોરેટરોને પણ જવાબ આપવામાં ઠાગાંઠૈયા કરવામાં આવે છે. વૃક્ષ છેદન અને વોકળા પર બાંધકામ મુકે મ્યુનિસિપલ કમિશનરને અને મહાનગરપાલિકાને સદબુદ્ધિ આપે તે માટે લતાવાસીઓ અને જાગૃત નાગરિક દ્વારા ૮૦ ફૂટ રોડ નેટેશ્વર ધામની સામે ધરણા નો કાર્યક્રમ યોજી વિરોધ પણ કરાયો હતો.