પર્યુષણ પર્વ બીજો દિવસ : આચાર્ય મહાશ્રમણે વર્ણવ્યો મહિમા
પર્યુષણ; જીવનને બહારથી નહીં, અંદરથી બદલવાનું મહાપર્વ
સુખની શોધમાં મનુષ્ય આખી જિંદગી પ્રયાસ કરે છે, પરંતુ કાયમી અને નિરપેક્ષ સુખ માત્ર બાહ્ય સાધનોથી મળતું નથી. તેનો માર્ગ અધ્યાત્મમાંથી પસાર થાય છે. પર્યુષણ મહાપર્વ આ ભીતરની યાત્રાનો અવસર છે. આ આપણને થોડા સમય માટે સંસારની દોડધામમાંથી વિરામ લઈને આપણા મન, વિચારો અને આચરણને જોવાની પ્રેરણા આપે છે. જૈન શ્વેતાંબર પરંપરામાં પર્યુષણા આખા વર્ષનું વિશેષ ધર્મ આરાધના પર્વ છે. તેની સાધનાનો સર્વોચ્ચ અવસર સંવત્સરી મહાપર્વ માનવામાં આવે છે. આ દિવસે સાધુ-સાધ્વીઓ અનિવાર્યપણે સંપૂર્ણ ઉપવાસ કરે છે. શ્રાવક-શ્રાવિકાઓ પણ ઉપવાસ, પૌષધ, સામાયિક અને પ્રવચન-શ્રવણ દ્વારા પોતાની ક્ષમતા મુજબ આરાધના કરે છે. બાળકોને પણ આ પ્રસંગે ધર્મ પ્રત્યે રૂચિ કેળવવા માટે પ્રેરિત કરવામાં આવે છે. પર્યુષણની તૈયારી સંવત્સરી પહેલાના સાત દિવસોમાં
જ શરૂ થઈ જાય છે. આ દિવસોમાં વિશેષ પ્રવચન, સ્વાધ્યાય અને ધર્મ આરાધનાનો ક્રમ ચાલે છે. જ્યાં આચાર્યો અને સાધુ-સાધ્વીઓની ઉપસ્થિતિ હોય છે, ત્યાં શ્રાવક સમાજને તેમનું માર્ગદર્શન મળે છે. અન્ય સ્થળોએ પણ સ્વાધ્યાયીઓ અને ઉપાસકો દ્વારા આ સાધનાને આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. સંવત્સરી માત્ર ઉપવાસનો દિવસ નથી, મૈત્રીનું મહાપર્વ છે. આ એવો અવસર છે, જ્યારે મનમાં વર્ષોથી જમા થયેલી દુશ્મવટની ગાંઠો ખોલી શકાય છે. જો કોઈના પ્રત્યે
રાગ-દ્વેષ કે મનદુઃખ હો, તો તેને હૃદયથી સમાપ્ત કરવાનો સંકલ્પ લેવામાં આવે. જેમની સામે કોઈ ફરિયાદ નથી, તેમની સાથે પણ ભવિષ્યમાં સુમેળ જાળવી રાખવાનો પ્રણ લેવામાં આવે. સંવત્સરીના ઉપવાસની સાધનામાં આખા વર્ષના વૈમનસ્ય (કડવાશ) ને બાકી નાખવાનો ભાવ હોવો જોઈએ.
આ દિવસે પ્રવચન-શ્રવણની સાથે આખા વર્ષનું આત્મનિરીક્ષણ પણ કરવામાં આવે. શ્રાવકાચારમાં કોઈ દોષ લાગ્યો હોય તો તેની આલોચના અને જરૂર પડે તો પ્રાયશ્ચિત કરવામાં આવે. આગામી સંવત્સરી સુધી કોઈ ત્યાગ, પ્રત્યાખ્યાન અથવા સંકલ્પને જીવનમાં ઉતારવાનો પ્રયાસ થાય. સંવત્સરીના પારણાનો દિવસ ‘ખમાસમણા’ નો દિવસ હોય છે. આ પ્રસંગે પરિવારજનો, સંબંધીઓ અને પરિચિતો પાસે હૃદયપૂર્વક ક્ષમાયાચના કરવી પર્વની સાર્થકતાને વધુ વધારે છે.
પર્યુષણ આપણને યાદ અપાવે છે કે ધર્મ માત્ર પૂજા-પાઠ પૂરતો સીમિત નથી, પરંતુ જીવનના વ્યવહારમાં ઉતારવાની સાધના છે. તેનો ઉદ્દેશ આત્માને અધ્યાત્મભાવિત કરવાનો અને જીવનમાં ગંભીરતા, સંયમ તથા ઉત્સ્યતા લાવવાનો છે.
॥ ઉત્સ્યત્તમપરા નાત્રોં નેદં સિદ્ધં ગંભીરતા ॥
॥ અલંઘનીયતાહતોદ્વેસ્યમેદ મનસ્વિનિ ॥
પર્વતમાં ઊંચાઈ હોય છે, પણ ઊંડાણ નહીં; સમુદ્રમાં ઊંડાણ હોય છે, પણ ઊંચાઈ નહીં. મનસ્વી વ્યક્તિમાં બંનેનો સમન્વય હોય છે. પર્યુષણ મહાપર્વ આપારાને જ્ઞાનની ઊંડાઈ અને આચરણની ઊંચાઈ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે.
એક વાર દિલ OPEN કરી લેવાથી દિલથી દિલનું connection થઈ જાય છે
પર્યુષણ પર્વ ભૂલોનો એકરાર કરીને સ્વયંને ચેન્જ કરવા માટે હોય
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં માત્ર પ્રભુનાં વચનોનું શ્રવણ ન કરવાનું હોય પણ આપણાં વચનોને પણ પુણ્ય વચન બનાવવાનું હોય. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ભૂલોનો એકરાર કરીને સ્વયંને change કરવા માટે હોય છે.માનવમનની માનસિકતા હોય છે કે તેઓ સાંભળે ઓછું અને સંભાળાવે વધારે અને જ્યારે સંભાળાવે ત્યારે તેનાં વચનો થા તો કોઈને hurt કરે એવાં થાય અથવા કોઈને heal કે એવાં હોય.
Check કરો, તમારી દર્શાને... તમારાં વચનો શણગારા એવાં છે કે સલગાવે એવાં છે? શું તમે ક્યારેય પ્રભુનાં વચનોને, પ્રભુના ભાષોને સમજવાનો પ્રયત્ન કર્યો છે? સ્વયંનાં વચનોને પ્રભુનાં વચનો જેવાં બનાવવાનો પ્રયત્ન કર્યો છે?આજે પ્રભુ સમક્ષ એકરાર કરો. પ્રભુ! આ મારી ભૂલ છે(ભૂલોનો એકરાર કરવાથી ભૂલ repeat થતી નથી. મનુષ્ય સૌથી વધારે પાપકર્મ મનથી કરે છે અને મન પછી સૌથી વધારે પાપકર્મ, ક્રોધ, ભૂલ અને દોષોનું સેવન કરે છે વચનથી! યાદ કરો... તમારાં શબ્દો ક્યારેક કોઈને શણગારે એવા હશે અને ક્યારેક કોઈને સળગાવે એવા હશે. આજે એક-એક વચનને યાદ કરીને એકરાર કરી લો, વચનની શુદ્ધિ કરી લો, વચનનું પ્રતિક્રમણ કરી લો. પ્રભુ સાથે એકાકાર થવા માટેનો આ એક શ્રેષ્ઠ ઉપાય છે.
મારા પ્રભુનાં વચન કોઈના heartને hurt કરે એવાં ન હોય તો મારાં વચન કેમ કોઈને hurt કરે એવાં હોય? સામે બોલાયેલા શબ્દો માટે તો તમે સહજતાથી sorry કે મિચ્છામિ દુક્કડમ્ કરી લો છો; અપમાન, આક્રોશ, આવેગ અને ક્રોધમાં બોલાયેલા શબ્દોની તો માફી માગી લો છો; પણ વ્યક્તિ સામે ન હોય ત્યારે તેના માટે બોલાયેલા શબ્દોની, તેની કરેલી ટીકાની, તેની કરેલી નિંદાની ક્યારેય માફી માગી છે? એ ટીકા, નિંદા કે gossipનો ક્યારેય એકરાર કર્યો છે? ના!આજે પ્રભુ સમક્ષ એકરાર કરી લો, ‘પ્રભુ! મારી ભૂલ છે!’સામે બોલાયેલા શબ્દોની ક્ષમાપના શ્રેષ્ઠ છે, પણ પાછળથી કરેલી ટીકા અને નિંદાના એકરારને પ્રભુએ સરળતા કહી છે. જ્યાં સરળતા હોય, ત્યાં સત્ય મોક્ષ હોય.જ્યાં સરળતા હોય, ત્યાં સિદ્ધિ સહજ હોય.ધર્મ પણ ત્યાં સ્થિર થાય છે,
જેનું હૃદય સરળ હોય!જે વ્યક્તિની ટીકા કરી છે તે જ વ્યક્તિ પાસે જઈને તેના માટે કરેલી ટીકાનો એકરાર કરવાથી એક વાર કદાય તે વ્યક્તિ નારાજ થઈ જશે, પણ પછી તેને તમારી સરળતા realise થઈ જશે.એક વાર દિલ open કરી લેવાથી દિલથી દિલનું connection થઈ જાય છે અને દરેક પ્રશ્નનું સમાધાન થઈ જાય છે. ‘મારે કોઈની પીઠ પાછળ કોઈની નિંદા કરવી નથી, મારે સરળ બનવું છે.’ જેનું હૃદય સરળ હોય તેને સર્વત્ર સમજાણ મળે છે, તેની વાતનો સ્વીકાર થાય છે, તેના suggestions સ્વીકાર્ય થાય છે.જ્યારે નિંદા અને ટીકા કરવાવાળાને સર્વત્ર ઝાકારો મળે છે, તેની વાત વચ્ચેથી કાપી નાખવામાં આવે છે, તેની સલાહ કોઈ માનતું નથી.ખોટું અને અસત્ય બોલાઈ ગયું હોય એની તો આલોચના થાય જવાયઃ પણ ક્યારેક સત્ય અને સાચું બોલ્યા હોઈએ એની પણ આલોચના કરવી જોઈએ, એનો પણ એકરાર કરવો જોઈએ.