હવે છત્રી પકડવી નહીં પડે સાથે હાજર રહેશે ફ્લાઈંગ અમ્બ્રેલા
- કેનેડિયન એન્જિનિયરે ઉડતી છત્રી બનાવી
સિટી ન્યૂઝ@કેનેડા
ચોમાસામાં કે કાળઝાળ તડકામાં છત્રી હાથમાં પકડીને ચાલવાની ઝંઝટમાંથી રિમોટ કન્ટ્રોલ બની ચૂકેલા માણસને હવે કાયમ માટે મુક્તિ મળી જાય એવી નવતર પ્રકારની શોધ સામે આવી છે. કેનેડિયન એન્જિનિયર જૉન ત્સેએ એક એવી અદ્ભુત બનાવી છે જે માલિકની ઊડીને છાંયડો અને રક્ષણ આપે છે.આ ઊડીને છત્રી બનાવી છે જે માલિકની પાછળ-પાછળ પોતાની જાતે જ હવામાં ઉડીને છાંયડો અને રક્ષણ આપે છે.આ અનોખી છત્રીનો વિડિયો એન્જિનિયરે પોતાની । Build Stuff નામની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. દેખાવમાં એ પીળા રંગની સામાન્ય છત્રી જેવી લાગે છે, પણ ખરેખર તો આ એક અત્યાધુનિક ડ્રોન છે.
એન્જિનિયરે છત્રીની અંદર ખાસ ફેગ બનાવીને ચાર પાંખડાં એટલે કે પ્રોપેલર્સ ફિટ કર્યા છે. છત્રીનો ઉપયોગ ન કરવો હોય ત્યારે એનાં પાંખડાં અંદરની તરફ ફોલ્ડ થઈ જાય છે. આ છત્રીમાં ટાઈમ-ઑફ-ફ્લાઈટ ડેપ્થ કેમેરા સિસ્ટમ લગાવવામાં આવી છે. આ સિસ્ટમ વ્યક્તિના માથાની મૂવમેન્ટને ઓળખી લે છે અને માણસ જેમ-જેમ આગળ ચાલે એમ-એમ છત્રી હવામાં તેની બરાબર ઉપર જ ઊડે છે.
આ ખાસ છત્રીને હલકી અને મજબૂત બનાવવા માટે કાર્બન ફાઈબર નાયલોન અને 3D પ્રિન્ટિંગ પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય એમાં પ્રોફેશનલ ફ્લાઈટ કન્ટ્રોલર અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) પણ સેટ કરી છે.