કલ્પસૂત્રનું અનોખું મહત્વઃ જૈન શાસનનો અમૂલ્ય ઐતિહાસિક દસ્તાવેજ
મહાવીર સ્વામીના જીવનથી માંડીને કાળચક્રના રહસ્યો ઉજાગર કરતો પવિત્ર ગ્રંથ
ચોવીસ તીર્થકરોનો ગર્ભકાળ
-
શ્રી ઋષભદેવ પ્રભુ (૯ મહિના ચાર દિવસ)
-
શ્રી અજિતનાથ પ્રભુ (૮ મહિના ૨૫ દિવસ)
-
શ્રી સંભવનાથ ભગવાન (૯ મહિના ૭ દિવસ)
-
શ્રી અભિનંદન પ્રભુ (૮ મહિના ૨૮ દિવસ)
-
શ્રી સુમતિનાથ ભગવાન (૯ મહિના ૬ દિવસ)
-
શ્રી પદ્મપ્રભુ (૯ મહિના ૬ દિવસ)
-
શ્રી સુપાર્શ્વનાથ ભગવાન (૯ મહિના ૧૯ દિવસ)
-
શ્રી ચંદ્રપ્રભસ્વામી (૯ મહિના ૭ દિવસ)
-
શ્રી સુવિધિનાથ સ્વામી (૮ મહિના ૨૬ દિવસ)
-
શ્રી શીતલનાથપ્રભુ (૯ મહિના, ૬ દિવસ)
-
શ્રી શ્રેયાંસનાથ સ્વામી (૮ મહિના ૬ દિવસ)
-
શ્રી વાસુપૂજ્ય સ્વામી (૮ મહિના ૨૦ દિવસ)
-
શ્રી વિમલનાથ ભગવાન (૮ મહિના ૨૧ દિવસ)
-
શ્રી અનંતનાથ ભગવાન (૯ મહિના ૬ દિવસ)
-
શ્રી ધર્મનાથ સ્વામી (૮ મહિના ૨૩ દિવસ)
-
શ્રી શાંતિનાથ ભગવાન (૯ મહિના ૬ દિવસ)
-
શ્રી કુંથુનાથ ભગવાન (૯ મહિના ૫ દિવસ)
-
શ્રી અરનાથ પ્રભુ (૯ મહિના ૮ દિવસ)
-
શ્રી મલ્લિનાથ પ્રભુ (૯ મહિના ૭ દિવસ)
-
શ્રી મુનિસુવ્રત સ્વામી (૯ મહિના ૮ દિવસ)
-
શ્રી નમિનાથ ભગવાન (૯ મહિના ૮ દિવસ)
-
શ્રી નેમિનાથ ભગવાન (૯ મહિના ૮ દિવસ)
-
શ્રી પાર્શ્વનાથ પ્રભુ (૯ મહિના ૬ દિવસ)
-
શ્રી મહાવીર સ્વામી (૯ મહિના સાડા સાત દિવસ)
સિટી ન્યૂઝ@રાજકોટ
કલ્પસૂત્ર એ જૈન ધર્મનો મહત્વનો ગ્રંથ ગણાય છે, એ જૈનધર્મના આગમોનો સાર નથી, તેમ છતાં એ આગામગ્રંથ જેટલો મહિમા પામ્યો છે. પર્યુષણ પર્વ દરમિયાન સાધુ-ભગવંતો એનું વાચન કરતા હોય છે. કલ્પસૂત્ર સ્વયં એક ગ્રંથ નથી, પરંતુ ગ્રંથનો એક ભાગ છે. આચાર્ય ભદ્રબાહુસ્વામીએ સ્ચેલા દશ અધ્યયન ધરાવતા દશાશ્રુતસ્કંધ નામના ગ્રંથનું આ આઠમું અધ્યયન છે. આને પદ્દોસણા કલ્પ અથવા તો પર્યુષણા કલ્પ કહેવામાં આવે છે. સમયાંતરે એ કલ્પસૂત્ર તરીકે પ્રસિદ્ધ થયું. એની રચના આજથી ૨૨૨૯ વર્ષ પૂર્વે થઈ. પર્યુષણના દિવસોમાં કલ્પસૂત્રનું નવું વ્યાખ્યાન વાંચવામાં આવે છે. છેલ્લો આઠમો દિવસ એ સંવત્સરી મહાપર્વનો છે. એ દિવસે બારસાસૂત્રનું વાચન થાય છે. કલ્પસૂત્રનું લખાણ બસો એકાણું કંડિકા છે અને તેનું માપ બારસો કે તેથી વધુ ગાથા કે શ્લોક પ્રમાણ જેટલું છે. કલ્પસૂત્રના સર્વંગ વાચનથી કોઈ વંચિત રહી ગયો હોય છેલ્લા દિવસે સમગ્ર કલ્પસૂત્રના શ્લોકો વાંચવામાં આવે છે. અદાલતમાં ધર્મગ્રંથના ભાગે સોગંદ
લેવામાં આવે છે. રીતે જૈનધર્મમાં ગ્રંથ કલ્પસૂત્રને નામે સોગંદ લેવામાં આવે છે.
જૈન શાસન જયવંતુ વર્તો !! કલ્પતરુ સમાન કલ્પસૂત્રની દસ વિશેષતાઓ કલ્પસૂત્રમાં આલેખાયેલા તીર્થંકરોના નિર્વાણકાળને સમજવા માટે કાળચક્ર જાણવું જરૂરી છે. આ કાળચક્રના ઉત્સર્પિણીકાળ અને અવસર્પિણીકાળ એવા બે વિભાગ છે કોઈપણ ધર્મ એની આગવી પરંપરા ધરાવતો હોય છે. જૈન ધર્મમાં સાધુ-સાદ્વીઓના આચારપાલન અને એથી ય વિશેષ તીર્થંકરોનું ચરિત્રએ એનો પાયો છે. ધર્મની સમગ્ર ઇમારતના પાયાની પહેચાન એટલે કલ્પસૂત્ર ગ્રંથ. એ મૂળભૂત તત્પો અને મર્મોની ઓળખ પ્રાપ્ત થાય પછી જ ધર્મપ્રવેશ શાય બને. આથી કલ્પસૂત્ર ગ્રંથ જેમ અધ્યાત્મમાં ઉચ્ચ શિખરોની ઝાંખી કરાવે છે, એ જ રીતે એમના જ્ઞાન અને ઉપદેશનો સાગર લહેરાય છે. કલ્પસૂત્ર એ આચાર ગ્રંથ હોવાથી એમાં સાધુઓ અને શ્રાવકોને માટે જાગૃતિપૂર્ણ આચારનું આલેખન, ગહન ઉપદેશ અને ઊંડી માહિતી પ્રાપ્ત થાય છે. આમાંથી થોડી વિગતો પર દ્રષ્ટિપાત કરીએ. પહેલી વિશેષતા એ છે
કે સ્વપ્નપાઠકો ત્રિશલામાતાને આવેલાં સ્વપ્નોનું રહસ્ય પ્રગત કરતાં પૂર્વ સ્વપ્ન શાસ્ત્રમાં આલેખેલાં ૭૨ પ્રકારનાં સ્વપ્નો વિશે વાત કરીને ભૂમિકા બાંધે છે. આમાં ત્રીસ સ્વપ્નો ઉત્તમ ફળને આપનારાં કહ્યાં છે. આ ત્રીસ સ્વપ્નો છે (૧) અર્હત, (૨) બ્રોહ, (૩) હરિદ્બષ્ણ, (૪) શંભુ, (૫) બ્રહ્મા (૬) સ્કંધ, (૭) ગણેશ, (૮) લક્ષ્મી, (૯) ગૌરી, (૧૦) નૃપ, (૧૧) હસ્તી, (૧૨) ગૌ, (૧૩) પૃષભ, (૧૪) ચંદ્ર, (૧૫) સૂર્ય, (૧૬) વિમાન, (૧૭) ગેહ, (૧૮) અગ્નિ, (૧૯) સ્વર્ગ, (૨૦) સમુદ્ર, (૨૧) સરોવર, (૨૨) સિંહ, (૨૩) રજ્જેરલ, (૨૪) ગિરિ, (૨૫) ધ્વજ, (૨૬) પૂર્ણાઘટ, (૨૭) કુંભ, (૨૮) ગાંસ, (૨૯) મત્સ્ય અને (૩૦) કલ્પવૃક્ષ. બીજી વિશેષતા એ કે કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના જીવનચરિત્રમાંથી કેટલીક વિશિષ્ટ માહિતી જોઈએ. તેમના વંશનું નામ જ્ઞાતવંશ હતું અને ગોત્ર કાશ્યપ હતું. એમના કાકાનું નામ સુપાર્શ્વ તથા સુપથ્ય હતું. મોટા ભાઈનું નામ નંદીવર્ધન, પત્નીનું નામ યશોદા, પુત્રીનું નામ પ્રિયદર્શના, બહેનનું નામ સુદર્શન,
જમાઈનું નામ જમાલિ અને મામાનું નામ ચેટક (ચેડા રાજા) હતું.
ત્રીજી બાબત એ છે કે કલ્પસૂત્રમાં આલેખાયેલા તીર્થંકરોના નિર્વાણકાળને સમજવા માટે કાળચક્ર જાણવું જરૂરી છે. આ કાળચક્રના ઉત્સર્પિણીકાળ અને અવસર્પિણીકાળ એવા બે વિભાગ છે. દરેક કાળનો સમય દસ કોડાકોડી સાગરોપમ છે. એક કાળચક્ર વીસ કોડાકોડી સાગરોપમનું થાય. ઉત્સર્પિણી અને અવસર્પિણી વારંવારિ આવ્યા કરે છે. ઉત્સર્પિણીકાળના છ આરા અને અવસર્પિણીકાળના છ આરા એમ કુલ બાર આરા થાય. ઉત્સર્પિણીકાળમાં આયુષ્ય, બુદ્ધિ, ઊંચાઈ, બળ, ધર્મ વગેરે વધતાં જાય, જ્યારે અવસર્પિણીકાળમાં એ બધાં જ ઉત્તરોત્તર ઘટતાં જાય. અત્યારે ભરતક્ષેત્રમાં અવસર્પિણીકાળ ચાલી રહ્યો છે. પાંચમી વાત એ છે કે શ્રી પાર્શ્વપ્રભુ ૩૦ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા. વૈશાખ વદ ૧૧ના દિવસે વૈશાખા નામની પાલખીમાં બેસીને પંચમુષ્ટિ લોચ કર્યો. એ સમયે તેઓને અઠ્ઠમનું તપ હતું. એમને ત્રાણસો પુરુષો સાથે દીક્ષા લીધી અને એ જ વખતે મન પર્યવ જ્ઞાન પ્રગટ થયું. શ્રી પાર્શ્વપ્રભુએ છદ્મસ્થપણે ૮ દિવસની સાધના કરી.