વીક એન્ડ ફૂલ ઓન એન્ટરટેઈનમેન્ટ OTT અને થિયેટરમાં 10 ફિલ્મો-સિરીઝ રિલીઝ
ફિલ્મ લવર્સ માટે ફેસ્ટિવલ
સીટી ન્યૂઝ@મુંબઈ
ચાલો જાણીએ આ કઈ ફિલ્મો અને સિરીઝ છે જે આવનારા દિવસોમાં ધૂમ મચાવવાની છે.
વેલકમ ટુ ધ જંગલ: અક્ષય કુમારની આ મોસ્ટ અવેટેડ ફિલ્મની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ૨૬ જૂન, ૨૦૨૬ના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનો જંગલ થીમ આધારિત કોન્સેપ્ટ પ્રેક્ષકોમાં ભારે કુતૂહલ જગાવી રહ્યો છે.
સુપરગર્લ: ડીસી સ્ટુડિયોની આ સાયન્સ-ફિક્શન અને એક્શન ફિલ્મ ૨૬ જૂન, ૨૦૨૬ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં દસ્તક દેશે. મિલી અલ્કોક સુપરગર્લના મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં કાર્ટૂન કે કોમિક્સ જેવી સામાન્ય સુપરહીરો વાર્તા નહીં, પરંતુ એક ગંભીર અને સંઘર્ષપૂર્ણ પ્રવાસ જોવા મળશે. રાજા શિવાજી: રિતેશ દેશમુખ દ્વારા નિર્મિત અને અભિનીત આ ઐતિહાસિક ફિલ્મ સિનેમાઘરોમાં સફળ પ્રદર્શન કર્યા બાદ હવે OTT પર આવવા તૈયાર છે. ૨૬ જૂનથી આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકાશે.
કેરી ઓન જટ્ટા ૪: પંજાબી સિનેમાની સૌથી લોકપ્રિય ફેન્ચાઈઝી કેરી ઓન જટ્ટાનો ચોથો ભાગ ૨૬ જૂન, ૨૦૨૬ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહ્યો છે. સરગુન મહેતા અને ગિપ્પી ગ્રેવાલની આ જોડી ફરી એકવાર પ્રેક્ષકોને હસાવવા માટે તૈયાર છે.
ગ્રામ ચિકિત્સાલય સિરીઝ ૨: જો તમે વેબ સિરીઝના શોખીન હોવ, તો ગ્રામ ચિકિત્સાલયની બીજી સીઝન તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. આ સિરીઝ પ્રાઈમ વિડિયો પર રિલીઝ થઈ ગઈ છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
પરફેક્ટ ફેમિલી સીઝન ૨: સાયકોલોજીકલ ફેમિલી ડ્રામા પરફેક્ટ ફેમિલીનો બીજો ભાગ ૨૬ જૂનથી સોની લિવ પર જોઈ શકાશે. આ સિરીઝમાં અંદરના રહસ્યો અને સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે, જે દર્શકોને છેલ્લે સુધી જકડી રાખે છે.