બાબાના દરબારમાં ‘ટાઈગર’
સીટી ન્યૂઝ@મુંબઈ
ગઈકાલે ટાઈગર શ્રોફે ભિવંડી ખાતે આવેલા સનાતન મઠમાં બાગેશ્વર બાબાને મળીને તેમના આશીર્વાદ લીધા હતા. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે સમાજહિત અને જનકલ્યાણ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. વાતચીત દરમિયાન બાગેશ્વર બાબા દ્વારા સંચાલિત જનસેવાનાં અનેક કાર્યો વિશે માહિતી આપવામાં આવી હતી. આ જનસેવાનાં કાર્યોમાં ગરીબ દીકરીઓ માટે બનાવવામાં આવી રહેલી કેન્સર હોસ્પિટલ તેમ જ બાગેશ્વર ધામ ખાતે સતત ચાલતા અન્નપૂર્ણા પ્રસાદમ રસોડા અને ભંડારાની સેવાઓનો પણ સમાવેશ થાય છે. ટાઈગર શ્રોફે આ જનકલ્યાણકારી યોજનાની પ્રશંસા કરી હતી અને સમાજસેવા માટે ચાલી રહેલા આ અભિયાનને બિરદાવ્યું હતું. મુલાકાતના અંતે ટાઈગર શ્રોફે બાગેશ્વર બાબાને અંગવસ્ત્ર અર્પણ કર્યું અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.