RMCમાં સમિતિના ચેરમેનની નિમણુંક
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા શહેરના વહીવટ અને વિકાસ કાર્યોને વધુ સુદ્રઢ બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ નવી સમિતિઓ શહેરની પ્રાથમિક સુવિધાઓ અને અન્ય વહીવટી કાર્યો પર સીધી દેખરેખ રાખશે. નવી નિમણૂકો સાથે કોર્પોરેશનના કામકાજમાં વધુ પારદર્શિતા અને ઝડપ આવવાની અપેક્ષા સેવાઈ રહી છે.
નવી નિમણૂકો મુજબ, બાંધકામ સમિતિનો હવાલો અશ્વિન ભોરણીયાને અને વોટર વર્ક્સ સમિતિની જવાબદારી જયસુખ કાથરોટિયાને સોંપવામાં આવી છે.
આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે રિંકલ મેઘાણી અને ડ્રેનેજ સમિતિ માટે કિરણ હરસોડાની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત સેનિટેશન સમિતિની જવાબદારી કીર્તિ રાણા અને પ્લાનિંગ સમિતિનો હવાલો અનિલ ચૌહાણ સંભાળશે.
આ ૧૫ સમિતિઓના ચેરમેનના નામ આ મુજબ છે. બાકીની આનુષંગિક જાહેરાતો જનરલ બોર્ડના ઠરાવમાં જ્યારે અધ્યક્ષ સ્થાનેથી આવશે, ત્યારે સભ્યો દ્વારા ચૂંટવામાં આવશે.
=> કંકુબેન ઉધરેજા એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ
=> મોહિતસિંહ જાડેજા માર્કેટ સમિતિ
=> દિલીપભાઈ લુણાગરિયા હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લિયરન્સ સમિતિ
=> અનિલભાઈ ચૌહાણ પ્લાનિંગ સમિતિ
=> પરેશભાઈ ઠાકર લાઈટિંગ સમિતિ
=> જયરાજસિંહ જાડેજા કાયદો-નિયમોની સમિતિ
=> મનીષભાઈ ભટ્ટ સમાજ કલ્યાણ સમિતિ
=> જયસુખ કાથરોટિયા વોટર વર્ક્સ સમિતિ
=> અશ્વિન ભોરણીયા બાંધકામ સમિતિ
=> સોનલબેન સેલારા માધ્યમિક શિક્ષણ અને આનુષંગિક શિક્ષણ સમિતિ
=> કેતનભાઈ ઠુમ્મર શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ
=> કીર્તિબા રાણા સમાજ કલ્યાણ સમિતિ
=> ડો.રિંકલભાઈ મેઘાણી આરોગ્ય સમિતિ
=> રક્ષિત કલોલા બાગ બગીચા અને ઝૂ સમિતિ
=> કિરણબેન હરસોડા ડ્રેનેજ સમિતિ