Loading Please Wait !!!
અર્જુન કપૂરની બહેન અંશુલાના લગ્નમાં કપૂર ફેમિલીનો શાહી અંદાજ

 

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની બહેન અંશુલાની લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. અંશુલા તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે લગ્નના બંધનમાં બંધાશે. બંનેના પ્રી-વેડિંગ સેરેમનીની શરૂઆત માતાની ચોકીથી થઈ હતી. આ પ્રસંગે વર-વધૂ તો સુંદર લાગી જ રહ્યા હતા, પરંતુ અંશુલાની કઝિન બહેન સોનમ કપૂરે ચાર ચાંદ લગાવી દીધા હતા. બે મહિના પહેલાં ૪૦ વર્ષની ઉંમરે બીજી વખત માતા બનેલી સોનમ કપૂરે ફરી સાબિત કરી દીધું છે કે ‘બોલિવૂડની સ્ટાઈલ આઈકન’ છે. તેણે બહેન અને જીજાજી સાથે પોઝ આપ્યા હતા. સોનમ કપૂરે માતાની ચોકી પ્રસંગ માટે ITRH બ્રાન્ડનો કસ્ટમ ધોતી સેટ પહેર્યો હતો. ક્લાસિક પંજાબી વાઈબ આપતા આ સલવાર સૂટમાં કાઉલ-ડ્રેપ્ડ એન્ટિક ગોલ્ડ ટિશ્યુ ઓવરલે (શ્રગ) અને ભારે એમ્બ્રોઈડરી કરેલો આઈવરી દુપટ્ટો સામેલ છે. તેના કૂર્તા પર ઝીણી પ્લીટ્સ જોવા મળી રહી છે, સાથે જ સલવારને પ્લીટેડ ધોતી સ્ટાઈલમાં બનાવવામાં આવી છે. સોનમે બે દુપટ્ટા કેરી કર્યા છે, જેમાં એક દુપટ્ટો મેટાલિક ગોલ્ડ ટિશ્યુ ફેબ્રિકનો છે, જે લુકમાં રીચનેસ ઉમેરે છે, જ્યારે બીજા દુપટ્ટા પર એમ્બ્રોઈડરી જોવા મળી રહી છે.