Loading Please Wait !!!
રાજકોટમાં હોટલો-રેંકડીઓનું ભોજન ખાવાલાયક નથી !

  • મહાપાલિકાની આરોગ્ય વિભાગના દરોડા
  • 75 પેઢીમાં ચેકીંગ, 12 વેપારીને નોટિસ, 3 ફેક્ટરીને સીલ કરાયું
  • સુગર પાવડર, મેંગો પાવડર, સ્વીટનર, હળદર, મરચું અને ધાણાજીરું પાવડર સહિતના 10 નમુના લેબમાં મોકલાયા
  • પશુઆહાર લેબલનાં લોટમાંથી ફરસાણ બનાવતું કારખાનું પકડાયું

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ફૂડ શાખાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ ૭૫ પેઢીઓ અને રેસ્ટોરન્ટ્સમાં સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં દરોડા દરમિયાન આરોગ્ય માટે હાનિકારક એવા ૧૦૨૦ કિલો અખાદ્ય અને વાસી ખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સંગ્રહ, લાયસન્સ અને હાઈજિનિક કન્ડિશનના નિયમોના ભંગ બદલ ૧૨ પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. અને વિવિધ વેપારીઓ પાસેથી કુલ મળીને રૂ. ૩૪,૫૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં ગંભીર બેદરકારી દાખવનાર ૩ પેઢીઓને સીલ કરી દેવામાં આવી હતી, જ્યારે શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના ૧૦ સેમ્પલ લઈ લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.

કેસર ફૂડ પ્રોડક્ટ્સઃ વાવડી ગામથી આગળ, ઈન્ડસ્ત્રીયલ એરીયા, ગોપાલ હોટલ વાળી શેરી ખાતે આવેલી આ પેઢીમાં તપાસ કરતા અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ખાદ્યચીજો બનાવવામાં રો-મટિરિયલ તરીકે વપરાતા લોટના પેકિંગ પર ‘પશુ આહાર’ તરીકે પ્રિન્ટ થયેલું જોવા મળ્યું હતું. આ ઉપરાંત, અહીં ઉત્પાદિત કરાયેલ ફરસાણ જમીન પર અનહાઈજિનિક સ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. ફૂડ વિભાગે સ્થળ પરથી મીઠાશક્કરપારા તથા લોટ મળીને અંદાજિત ૧૦૨૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો.

સ્ટોરેજ અને હાઈજિનિક કન્ડિશન બાબતે નોટિસ આપી રૂ. ૫૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. તેમજ મીઠાશક્કરપારા (લુઝ) અને સુગર પાવડર (લુઝ)ના ૨ નમૂના લેવામાં આવ્યા હતા.

શાહ ફૂડ પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડઃ ગોંડલ રોડ, વિજય પ્લોટ-૧૮, ‘અરિહંત’ ખાતે આવેલી આ પેઢીને પણ સીલ કરવામાં આવી હતી. તપાસ સચમે પેઢીમાં કોઈટેકનિકલ પર્સન હાજર નહોતા અને ઉત્પાદનનો કોઈ બેચવાઇઝ રેકોર્ડ નિભાવવામાં આવતો નહોતો. અહીં FSS Act- ૨૦૦૯ અન્વયે લેબલ વગરના પ્રિમિકસ એસન્સનો જથ્થો સંગ્રહાયેલો મળ્યો હતો. ટી-કોફી પ્રિમિકસ, સોફ્ટ ડ્રિંક કોન્સેટ્રેટ, ફૂડ એડીટિવ્સ, પ્રિઝર્વેટિવ્સ, સોડા મસાલા વગેરે મળી કુલ ૫લછ ૨ કિલો તથા ઉત્પાદન કે એક્સપાયરી ડેટ વગરના અલગ-અલગ ફ્લેવરના એસન્સના કેનનો અંદાજિત ૨૦૦૦ લીટર જથ્થો સ્થગિત કરી દેવાયો હતો. અનહાઈજિનિક સ્ટોરેજ બદલ નોટિસ આપી રૂ. ૧૦,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો અને મેંગો પાવડર (લુઝ) તથા સ્વીટનર (લુઝ)ના ૨ નમૂના લેવામાં હતા.

શ્રીનાથજી ટ્રેડિંગઃ ગોંડલ રોડ, વિજય પ્લોટ-૧૮, જય જોડીયાર મકાનમાં આવેલી આ પેઢીમાં પઠા બેચવાઇઝ ઉત્પાદનો કોઈ બેચરેકોર્ડ નહોતો. પોતાની અલગ અલગ બ્રાન્ડના પેકિંગમાં FSS Act- ૨૦૦૯ ના લેબલ વગરનો મસાલા પાવડરનો પદત્તર જથ્થો મળી આવ્યો હતો. વેચાણ અર્થ રાખવામાં આવેલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરું પાવડર વગેરેનો કુલ મળી અંદાજિત ૫૬૦૦ કિલો શંકાસ્પદ જથ્થો સ્થગિત કરાયો હતો.