કન્ઝયુમર લો પ્રેક્ટીશર્સ એસોસીએશનના નવનિયુક્ત હોદ્દારોની બિનહરીફ વરણી
સિટી ન્યૂઝ@અમદાવાદ
ગત શનિવારના રોજ કાલાવડ રોડ ખાતે આપેલ અર્બન ડેક રેસ્ટોરન્ટમાં યોજાયેલ એક વિશેષ સાધારણ સભામાં રાજકોટનાં ગ્રાહક તકરાર નિવારણ આયોગ ખાતે જનતાનાં કન્ઝયુમર તરીકેનાં હક્કો માટે કટીબધ્ધ એવા કન્ઝયુમર લો ક્ષેત્રે પ્રેક્ટીસ કરતા વકીલોનું એક એસોસીએશન જે છેલ્લા ચાર વર્ષથી વકીલોના હિત માટે સતત કાર્યરત રહયું છે. અને આયોગ તથા વકીલો વચ્ચે જેણે એક સેતુ તરીકેનું માધ્યમ બનીને જ્યારે સુમેળ સાધ્યો છે ત્યારે નવા વર્ષ ૨૦૨૫-૨૭ નાં નવનિયુક્ત હોદ્દારોની વરણી કરવામાં આવી હતી. જેમાં યુવા, તરવરીયા અને જોશીલા યુવાનોની ટીમ હવે પછીનું સુકાન સંભાળશે.
આ નવી જવાબદારી વહન કરનાર ટીમનું નામ યોજાયેલી વિશેષ સાધારણ સભામાં સિનીયર એડવોકેટ શ્રી પંકજભાઈ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. જેને બહુમતી થી બિન હરીફ વરણીને બહાલી આપવામાં આવી હતી. આ નવી બોડીમાં પ્રમુખ તરીકે સાગર હપાણી, ઉપપ્રમુખ તરીકે જસ્મીનભાઈ દવે, સેક્રેટરી તરીકે પારસ શેઠ, જોઈન્ટ સેક્રેટરી તરીકે પૂર્વાબેન સંઘવી, ટ્રેઝરર તરીકે પ્રશાંતભાઈ લાઠીગ્રા, જોઈન્ટ ટ્રેઝરર તરીકે નિશાંત જોશી અને કારોબારી સભ્ય તરીકે રવિભાઈ ત્રિવેદી, પાર્થરાજસિંહ ઝાલા, હુશેનભાઈ હેરંજા, હીરેનભાઈ ડોબરીયા, જેનીલ પરસોંડા, રોશનીબેન જસાણી તથા ભુમીબેન મહેતાની નિમણુંક કરવામાં આવી હતી.
એડવાઈઝરી કમીટીમાં સિનીયર મોસ્ટ એડવોકેટ જે.જે. ત્રિવેદી સાહેબ, પી.આર. દેસાઈ સાહેબ તથા પી.એચ. કોટેચા સાહેબ વિગેરે માર્ગદર્શક તરીકે જરૂરી માર્ગદર્શન પુરુ પાડશે. આ તકે યોજાયેલ ખાસ સાધારણ સભામાં ગત વર્ષનાં પ્રમુખશ્રી ડી.બી. વસાવડા સાહેબનું સાગરભાઈ હપાણી દ્વારા, ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ જાનીનું જસ્મીનભાઈ દવે તથા રીનીયર એડવોકેટ પી.આર. દેસાઈ સાહેબ, પી.એચ. કોટેચા સાહેબનું શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે ખુબ મોટી સંખ્યામાં કન્ઝયુમર લો ની પ્રેક્ટીસ કરતા વકીલો ઉપસ્થિત રહયા હતા, ગત સોમવારનાં રોજ આ નવનિયુક્ત હોદ્દારોએ ગ્રાહક તકરાર નિવારણ આયોગનાં પ્રમુખ (જજ)શ્રી રાવલ સાહેબ તથા સભ્યશ્રી ભટ્ટ સાહેબની વિશેષ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત વખતે જજ સાહેબશ્રી દ્વારા નવી બોડીનાં મિત્રોને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી અને આયોગ અને વકીલોનાં સુંદર માધ્યમ થકી આવનારા સમયમાં વકીલોનાં જ્ઞાનમાં વધારો થાય નવા કાયદાઓ અંગે તંદુરસ્ત ચર્ચા થાય, કેસો ને ઝડપી અને ન્યાય સંગત રીતે ચલાવીને ગ્રાહકોને ઝડપથી ન્યાય મળે તે માટેનાં ઉત્કૃષ્ટ પ્રયાસો માટે હંમેશા તેઓશ્રી દ્વારા સહયોગ મળશે તેવી ખાતરી આપી હતી. આ નવનિયુક્ત બીન હરીફ હોદ્દારો દ્વારા આવનાર દિવસોમાં સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવી વધુમાં વધુ પ્રેક્ટીશર્સ વકીલો આ એસોસીએશનમાં જોડાય તેવા સઘન પ્રયાસો કરવામાં આવશે.