Loading Please Wait !!!
તહેવારોમાં સાડીને આપો ટ્રેન્ડી અને સ્ટાઈલીશ લુક

  • સાટિન સાડી
સાટિન એડ નરમ, હલકું અને ચમકતું ફેબ્રિક છે. આ ફેબ્રિકમાંથી બનેલી સાડીઓ તહેવારો અને ખાસ પ્રસંગો દરમિયાન પ્રિય હોય છે. જો તમે રક્ષાબંધન માટે ટ્રેન્ડી દેખાવ ઇચ્છતા હોવ, તો સાટિન સાડી પસંદ કરો. તેની સાથે બન્ન ખૂબ જ ભવ્ય લુક બનાવો. જો તમે ભારે ઘરેણાં નહીં પહેરવા માંગતા, તો તમે ફક્ત ઈયરિંગ્સ પહેરી શકો છો.

  • પેસ્ટલ સાડી
આજકાલ સોશિયલ મીડિયા પર પેસ્ટલ રંગની સાડીઓ ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે. તેમને સ્ટાઈલ કરવાથી અદ્ભુત ફોટો પાડી શકાય છે. મોતી અથવા કુંદનના દાગીના ખૂબ જ ભવ્ય અને આકર્ષક દેખાઈ શકે છે. ફેસ્ટિવલ લુક ઉપરાંત, આ સાડી પાર્ટીઓ અને રિસેપ્શનમાં પણ પહેરી શકાય છે. તમે તમારા વાળ ખુલ્લા રાખી શકો.

  • મોનોકોમ સાડી
આજકાલ મોટાભાગની સ્ત્રીઓ ભારે સાડીઓ પહેરવાનું પસંદ નથી કરતી. આ જ કારણ છે કે હળવા રંગના રોફ્સ, બોર્ડર વર્ક, સાદા અને હળવા વજનના ફેબ્રિકવાળી સાડીઓ પસંદ કરવામાં આવે છે. જો તમે આ તહેવાર માટે ભવ્ય અને ટ્રેન્ડી દેખાવ ઇચ્છતા હોવ, તો તમે મોનોકોમ સાડી અજમાવી શકો છો.

  • ર્ફિલ એન્ડ રફલ સાડી
તમે જો યુથ લુકની સાથે સાથે ટ્રેડિશનલ પણ દેખાવા માગો છો તો રફલ સાડી તમારા માટે એકદમ પરફેક્ટ છે. સોફ્ટ નેટ કે જ્યોર્જેટમાં આખી સાડી તમને મોડર્ન અને ફેસનેબલ બંને બનાવશે. કલર પસંદગી : ખાસ કરીને તહેવારોમાં ડાર્ક શેડ જેવી કે મરૂન, રોયલ બ્લૂ, વાઈન રેડ જેવા રંગો ખૂબ સુંદર લાગશે.

  • ઓર્ગેન્ઝા સાડી
સાડીઓનું ફેબ્રિક હલકું, પારદર્શક અને ખૂબ જ રોયલ લુક આપતું હોય છે. તેની પર ચમકતું ક્રીડ વર્ક કે મિની સીકવન્સ વર્ક અત્યંત શોભામાન લાગે છે. ખાસ કરીને પેસ્ટલ કલરમાં ઓર્ગેન્ઝા સાડી નવયુવતીઓમાં ખૂબ લોકપ્રિય છે. મદદ કરશો.

  • પ્રિન્ટેડ સિલ્ક સાડી
ઘણી બ્રાન્ડ્સ હવે પરંપરાગત સાડી પર ડિજિટલ પ્રિન્ટ્સ આપી રક્ષાં છે. કમળ, મોર, મંદિર ડિઝાઇન કે રાધા-કૃષ્ણ જેવી આધ્યાત્મિક છબીઓ દર્શાવતી સાડીઓ ખાસ તહેવારો માટે યોગ્ય છે. શાઇ-શાઇ સ્ટાઈલ સાડી : બે જુદા રંગના ફેબ્રિકથી બનેલી હાફ એન્ડ હાફ સાડીઓ ખૂબ જ ટ્રેન્ડમાં છે, જેમ કે એક બાજુ પ્લેઈન સાટિન અને બીજી બાજુ ભરપૂર વર્કવાળું ફેબ્રિક.

  • ફ્લોરલ સાડી
હળવા રંગો અને વાઇબ્રન્ટ ડિઝાઇન તહેવારો દરમિયાન ખૂબ જ આકર્ષક દેખાવ બનાવે છે. જો તમને પણ આ પ્રકારની ડિઝાઇન ગમે છે, તો તમે આ સાડી પસંદ કરી શકો. તેને સોફ્ટ મેકઅપ અને ફ્લોરલ એક્સેસરીઝથી સ્ટાઇલ કરો. મિનીમલ જ્વેલરી અને કોન્ટ્રાસ્ટ કલરનું બ્લાઉઝ લુકને સ્ટાઈલિશ બનાવવામાં મદદ કરશે.