Loading Please Wait !!!
ગણેશોત્સવ પહેલા ફૂલ બજારમાં 15%નો ભાવ વધારો

વરસાદ નબળો પડતા આવક ઘટી

મોગરો રિટેલમાં 500ને પાર ગુલાબના ભાવ બમણા

સુરતમાં ગણેશોત્સવના પાવન પર્વના આગમન સાથે જ ફૂલોની માગમાં અચાનક ભારે ઉછાળો જોવા મળે છે. બીજી તરફ, ફૂલોની નવી આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આવક ઘટવાને લીધે સીધી અસર બજાર ભાવ પર પડી છે. ગયા વર્ષની સરખામણીએ હાલમાં તમામ પ્રકારના ફૂલોના ભાવમાં આશરે ૧૦થી ૧૫% જેટલો વધારો થયો છે, જેના કારણે ગણેશભક્તો અને આયોજકોના બજેટ પર સીધી અસર પડી રહી છે. હાલના ભાવ પર નજર કરીએ તો હોલસેલમાં ૧૫૦થી ૧૮૦ પ્રતિ કિલો વેચાતો ગલગોટો છૂટક બજારમાં ૨૫૦થી ૩૮૦ સુધી બોલાઈ રહ્યો છે. દેશી ગુલાબનો હોલસેલ ભાવ ૨૫૦થી ૨૬૦ સામે રિટેલમાં ૩૫૦થી ૪૦૦ છે.