Loading Please Wait !!!
તહેવારો પહેલા મીઠાઈઓ મોંઘી થવાની શક્યતા

જૂલાઈમાં ખાંડ રૂા. 47ની હવે 62માં

ગોળ પણ મોંઘો થયો

જૂલાઈમાં ખાંડના ભાવ રૂ. ૪૭ હતો, અત્યારે ૬૨ થયો ખાંડના ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા છેલ્લાં સાત વર્ષથી ખાંડની કિંમત નિયંત્રણમાં હોતા છતાં ચોકલેટ્સ અને મીઠાઈઓના ભાવમાં ૫.૫ ટકાની વૃદ્ધિ થઈ હતી ખાંડ અને ગોળના ભાવમાં ૨.૭ ટકાના દરે છેલ્લાં ત્રણ-ચાર મહિનામાં વધારો થતાં મીઠાઈઓ, ચોકલેટ્સ સહિત ખાંડ-ગોળમાંથી બનતી પ્રોડક્ટ્સ મોંઘી થઈ ગઈ છે. ગણેશ ચતુર્થીના લાડુથી લઈને નવરાત્રી અને દિવાળીની મીઠાઈઓ મોંઘી પડશે. તહેવારો પહેલાં દેશમાં મીઠાઈઓના ભાવમાં ૬-૭ ટકાનો વધારો ઝીંકાય તેવી શક્યતા છે. મીઠાઈ, ચોકલેટ્સ, બિસ્કિટ જેવી પ્રોડક્ટ આગામી મહિનાઓમાં મોંઘી થઈ જાય તેવી ભીતિ છે. ખાંડના ભાવ વધતાં સરવાને લોકોના તહેવારો મોંઘા થશે. ગરીબ અને મધ્યમવર્ગનું બજેટ ખોરવાઈ જશે. ખાંડના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં છૂટક કિલોનો ભાવ ૬૨ રૂપિયા હોવાથી આ સ્થિતિ આવી છે. કંજ્યુમર મંત્રાલયના આંકડા પ્રમાણે જુલાઈમાં રિટેલ ખાંડનો કિલોનો ભાવ ૪૭ રૂપિયા હતો. મહિનાના અંતે ૪૮.૧૮ રૂપિયા સુધી પહોંચ્યો હતો.