Loading Please Wait !!!
મોંઘવારી ‘લાલચોળ’ ખાંડ, ડુંગળી બાદ લીંબુના ભાવમાં ભડકો; 200 રૂ. પાર કિલો

રસોઈનું બજેટ ખોરવાયું : ઘરની થાળી હવે 5% મોંઘી બની

સિટી ન્યૂઝ@સુરત

ખાંડ, ડુંગળી અને ખાદ્યતેલ સહિતની વસ્તુઓ બાદ હવે અમદાવાદ શહેરમાં લીંબુના ભાવ ભડકે બળ્યા છે. અમદાવાદ શહેરમાં શહેરની છૂટક બજારમાં રૂ. ૧૨૦ના કિલો મળતા લીંબુના ભાવ આજે ૨૪૦થી ૨૬૦ થઈ ગયા છે. જેના કારણે હવે લોકો નંગના ભાવે લીંબુ ખરીદતા થઈ ગયા છે! સામાન્ય રીતે ઉનાળામાં લીંબુના ભાવ વધતા હોય છે. દાળ-શાકનો વધાર જેના વગર અધૂરો છે, તેવા લીંબુના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં ગત ૨૨ ઓગસ્ટે લીંબુનો જથ્થાબંધ ભાવ રૂ. ૧૦થી ૫૫ પ્રતિ કિલોનો હતો. જે આજે વધીને રૂ. ૮૦થી ૧૬૦ સુધી પહોંચ્યો છે. આ સમયગાળા દરમિયાન લીંબુની આવક ૬,૭૧૦ ક્વિન્ટલ થઈ છે. વર્ષ ૨૦૨૫માં

આ સમયમાં અમદાવાદ યાર્ડની આવક ૧૦,૬૦૮ ક્વિન્ટલ હતી. એટલે કે આવકમાં ૩,૮૯૮ ક્વિન્ટલનો મોટો ઘટાડો છે. જેના કારણે રોકેટ ગતિએ ભાવ વધ્યા છે. બાકી સામાન્ય રીતે ચોમાસામાં લીંબુનો છૂટક બજારનો ભાવ રૂ. ૧૦૦ થી ૧૨૦ રૂપિયાની આસપાસ જ હોય છે. કારણ કે સપ્ટેમ્બર ૨૦૨૫ માં જ લીંબુનો જથ્થાબંધ ભાવ ૧૦ થી

૪૫ સુધીનો જ રહ્યો હતો. અમદાવાદમાં આંધ્રપ્રદેશ, સહિતના દક્ષિણ ભારત તેમજ મહેસાણા, ભાવનગર, પાલિતાણા વગેરે વિસ્તારોમાંથી લીંબુ આવે છે. તેના બદલે અત્યારે માત્ર રાજસ્થાનમાંથી લીંબુ આવી રહ્યા છે. સિવાય બધા સ્થળોએથી આવક બંધ છે. બજાર તજજ્ઞો અને કૃષિ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં જ્યાંથી લીંબુ આય છે તેવા વિસ્તારોમાં ત્યાંની જરૂરિયાત અનુસાર જ પાક થયો છે. જે ઉત્પાદન થાય છે, તે સ્થાનિક કક્ષાએ જ ખપી જાય છે. સતત ગરમી પડવાના કારણે લીંબુ પીળા પડીને ઝાડ પરથી ખરી ગયા છે. પરિણામે એક આવક ઘટી છે. જ્યારે વરસાદ ખેંચાતા ઉનાળા જેવા વાતાવરણના કારણે લીંબુનો વપરાશ અને માંગ વધી છે. આ બંને પરિબળો લીંબુના ભાવ ઝડપથી વધવા માટે જવાબદાર છે.