Loading Please Wait !!!
કાશ્મીરમાં પૂરમાં 11નાં મોત, વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત

  • દેશના 70% ભાગમાં વરસાદી વાદળો છવાયા
  • 25 જુલાઈ સુધી વરસાદનું એલર્ટ: ઉત્તરાખંડમાં ભૂસ્ખલન : કેદારનાથ હાઈ વે બંધ

ઈસરોની સેટેલાઈટ તસવીરો અનુસાર, દેશના લગભગ ૭૦% વિસ્તારમાં ચોમાસાના વાદળો છવાયેલા છે. આગામી ૨૫ જુલાઈ સુધી ઉત્તર, પૂર્વ અને પૂર્વોત્તર ભારત સહિત દેશના ૬૦% થી વધુ વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે. અત્યાર સુધી ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં ૨૪% ઓછો છે. રાજસ્થાનમાં ચોમાસા પર બ્રેક લાગ્યા બાદ ગરમી વધવા લાગી છે. બીકાનેર સંભાગના ત્રણ જિલ્લામાં રવિવારે તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. રાજસ્થાનમાં ઠ્યાંય પણ ભારે વરસાદ થયો નથી. હવામાન વિભાગે સોમવાર માટે રાજ્યના ૨૪ જિલ્લામાં વરસાદનું ચેતવણી ચલો એલર્ટ જાહેર કર્યું છે, જે આગામી ત્રણ દિવસ સુધી પ્રભાવી રહેશે.

આ દરમિયાન તેજ પવન સાથે આકાશી વીજળી પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં સતત ભારે વરસાદ બાદ સલાલ ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેના કારણે ચિનાબ નદીનું જળસ્તર વધી ગયું છે. પ્રશાસને નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા અને નદી-નાળા પાસે ન જવા અપીલ કરી છે. જમ્મુ-કાશ્મીરના કટરામાં સતત ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે વૈષ્ણોદેવી યાત્રા સતત બીજા દિવસે પણ સ્થગિત રહી. શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને યાત્રા પર પ્રતિબંધ ચાલુ રાખ્યો છે.