Loading Please Wait !!!
કપિલ શર્માના ઘર પર ફાયરિંગ


સિટી ન્યૂઝ@અમૃતસર

કોમેડિયન-એક્ટર કપિલ શર્માના અમૃતસર સ્થિત ઘરની બહાર સોમવારે ૨ રાઉન્ડ ફાયરિંગ થયું. પ્રાથમિક તપાસ મુજબ હુમલાખોરો બાઈક પર આવ્યા હતા. હજુ સુધી હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. અમૃતસરના પોશ વિસ્તાર હોલી સિટીમાં કપિલ શર્માનું ઘર છે. પોલીસે વિસ્તારને સીલ કરી દીધો છે. પોલીસ દ્વારા આસપાસના લોકોના નિવેદન નોંધવામાં આવ્યા. ફાયરિંગ સમયે ઘરમાં કોણ-કોણ હતું,

તે અંગે પોલીસ માહિતી એકઠી કરી રહી છે. કપિલ હાલ પરિવાર સાથે મુંબઈમાં છે. ફાયરિંગ બાદ પોલીસે કપિલ શર્માના ઘર અને આસપાસના VIP ઘરોની બહાર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ કબજે કર્યા છે. આના દ્વારા હુમલાખોરોના રૂટ અને તેમની ઓળખ વિશે કડીઓ એકત્રિત કરવામાં આવી રહી છે. હજુ સુધી હુમલાખોરોનો ઈરાદો જાણી શકાયો નથી.