પોપટપરામાં બીમારીથી કંટાળી વૃદ્ધનો આપઘાત
સિટી ન્યૂઝ@ગાંધીનગર
રાજકોટના પોપટપરામાં આવેલ રઘુનંદન સોસાયટીમાં રહેતા નુરમહમદભાઈ અલરખાભાઈ ઉ.૭૭એ ગત ૨૪ મેના પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો પુત્રએ પિતાની લટકતી લાશ જોઈ ૧૦૮ને જાણ કરી હતી. જોકે ૧૦૮ના તબીબે વૃદ્ધનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું બનાવની જાણ થતા પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં વૃદ્ધ એકલા જ રહેતા હોવાનું અને બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.