Loading Please Wait !!!
બ્લોક પ્રિન્ટ ફેશન ફરી ટ્રેન્ડમાં

=> ગરમીમાં ફેશનનો નવો રાજ

ફૅશનની દુનિયામાં જે જૂનું છે એ થોડા સમય પછી નવું બનીને પાછું ફરે છે. છેલ્લા થોડા સમયથી હેવી વર્ક અને ફાસ્ટ ફૅશનના માઇક્રો ટ્રેન્ડ્સ માર્કેટમાં આવ્યા બાદ હવે ફરી એક વાર લોકો કંઈક એવું શોધી રહ્યા છે જે આરામદાયક હોય અને પરંપરાગત પણ. બ્લૉક પ્રિન્ટ એમાંનું એક છે. કુરતા સેટ્સમાં બ્લૉક પ્રિન્ટ ટૉપ ટ્રેન્ડ બની ગઈ છે. આ પ્રિન્ટ્સ ટ્રેન્ડી જ નથી પણ કાળઝાળ ગરમીમાં પર્સનાલિટીને સૉફ્ટ, એલિગન્ટ અને કૂલ લુક પણ આપે છે. બ્લૉક પ્રિન્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે એ ભારતીય કારીગરી અને મૉડર્ન પ્રૅક્ટિકલિટીનું મિશ્રણ છે. એ દેખાવમાં જેટલી સુંદર લાગે છે, પહેરવામાં એટલી જ કમ્ફર્ટેબલ છે. આજે વર્કિંગ વુમનથી લઈને કૉલેજ ગોઇંગ ગર્લ્સ સુધી દરેક પોતાની પર્સનાલિટી અને જરૂરિયાત મુજબ અલગ-અલગ બ્લૉક પ્રિન્ટ્સ પસંદ કરી રહ્યાં છે.

શા માટે સમર ફૅશનની કિંગ?

બ્લૉક પ્રિન્ટ લોકપ્રિય થવાનું મુખ્ય કારણ એ છે કે એ મોટા ભાગે બ્રીધેબલ ફૅબ્રિક્સ જેવાં કે કૉટન, લિનન કે રેયૉન પર કરવામાં આવે છે. આ પ્રિન્ટ્સ મશીન-પ્રિન્ટની જેમ એકદમ લાઉડ કે ભપકાદાર નથી હોતી, પણ ખૂબ જ નૅચરલ અને ઑર્ગેનિક લાગે છે. આજના સમયમાં જ્યારે ફૅશનવર્લ્ડ સસ્ટેનેબિલિટી અને લોકલ કારીગરીને સપોર્ટ કરી રહ્યું છે ત્યારે બ્લૉક પ્રિન્ટ એના તમામ માપદંડો પર ખરી ઊતરે છે.